Not Set/ કોઈ વ્યક્તિ ગાડી કોન્ટ્રાક્ટ પર મુકવાનું કહે તો ચેતી જજો તમારા જોડે પણ થઇ શકે છે કંઇક આવું

સુરત, સુરત પોલીસે ગાડી ભાડે આપવાનું કહી ગાડી માલિકોની જાણ બહાર ગાડી ગિરવે મૂકીને છેતરપિંડી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ લોકોને અદાણી કંપનીમાં ગાડી ભાડે ચડાવવાની વાત કરી તેમની ગાડી ફાઈનાન્સરોને ત્યાં ગાડી મૂકી તેના બદલામાં પૈસા લઈ લેતા હતા. કઈ રીતે કરતા હતા છેતરપીંડી  આરોપી ભાઈઓએ અત્યાર સુધીમાં 13 જેટલી કારો ગિરવે […]

Top Stories Gujarat Surat
mantavya 410 કોઈ વ્યક્તિ ગાડી કોન્ટ્રાક્ટ પર મુકવાનું કહે તો ચેતી જજો તમારા જોડે પણ થઇ શકે છે કંઇક આવું

સુરત,

સુરત પોલીસે ગાડી ભાડે આપવાનું કહી ગાડી માલિકોની જાણ બહાર ગાડી ગિરવે મૂકીને છેતરપિંડી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ લોકોને અદાણી કંપનીમાં ગાડી ભાડે ચડાવવાની વાત કરી તેમની ગાડી ફાઈનાન્સરોને ત્યાં ગાડી મૂકી તેના બદલામાં પૈસા લઈ લેતા હતા.

કઈ રીતે કરતા હતા છેતરપીંડી 

આરોપી ભાઈઓએ અત્યાર સુધીમાં 13 જેટલી કારો ગિરવે મૂકી 67 લાખની છેતરપિંડી કરી છે. આરોપીઓએ લોકોને ફસાવા અદાણી કંપનીના બોગસ ગેટ પાસ બનાવ્યા હતા. પરંતુ તેની જાણ ગાડી માલિકોને થતા તેમને આ મામલે ફરિયાદ નોંધવી હતી જેને પગલે પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ હાથ ધરી હતી

આ ઠગ ટોળકીની એક પછી એક ૧૩ કારોના માલિકોને પોતાના જાસામાં ભેરવી ૬૫ લાખથી વધુ રૂપિયા તો મળવી લીધા હતા. ત્યારે સુરતના કાકસીવાડ ખાતે હરીજન વાસ હરીપુરામાં રહેતા સતીષ ધનસુખ સુરતી પાસે બલેનો કાર છે. એપ્રિલ 2018માં સતીષના સાળાના પડોસમાં રહેતા વિવેક ઉર્ફ વિક્કી મંગું પટેલ સાથે મુલાકાત થઈ હતી.

શું આપવામાં આવતી હતી લાલચ ..?

ત્યારે વિવેકે સતીષને જણાવ્યું હતું કે તમારી કાર એમજ પડી છે, મારા મિત્ર વિમલ પ્રમોદ મિસ્ત્રી હજીરા ખાતે આવેલ અદાણી કંપનીમાં કાર ભાડેથી મુકાવે છે. હાલમાં અદાણી કંપનીમાં ઓડિટ ચાલે છે તો ઓફિસરોને લેવા-મુકવા માટે ત્રણ મહિના માટે ગાડી કોન્ટ્રાક્ટ પર જોઈએ છે. તમને દર મહિને 25 હજાર રૂપિયા મહિને મળશે.

જેમાં ગાડીનું મેન્ટેનન્સ, ડ્રાયવર અને ડીઝલનો ખર્ચ પોતે ભોગવશે. સતીષ સુરતી તેમની વાતોમાં આવી ગયા હતા. વિવેકના માધ્યમથી વિમલ મિસ્ત્રીને કાર અને અસલ આરસી બુક આપી હતી. વિમલ મિસ્ત્રીએ 9 એપ્રિલ 2018ના રોજ અદાણી કંપનીનો ગેટપાસ અને 9-મે-2018થી 9-જુન-2018 સુધી એક મહિનાનો નકલી કોન્ટ્રાક્ટ કરાર સહિ વગરનો બનાવી ફોન પર સોશીયલ મીડિયા પર મોકલી આપ્યો હતો.

કઈ રીતે ઠગોનો ખુલો પડ્યો ખેલ

ત્યાર બાદ સતીષના ભાઈ અજય સુરતીએ તેમની કાર કોન્ટ્રાક્ટ પર મુકવા માટે આરોપીઓને આપી હતી. ગાડી પાછી માંગતા હતા ત્યારે કહેતા કે એક-બે દિવસમાં ગાડી મળી જશે. અદાણી કંપનીમાં જઈને તપાસ કરતા ખબર પડી કે વિમલ નામનો કોઈ પણ વ્યકિત કંપનીમાં ગાડી કોન્ટ્રાક્ટ પર મુકતો નથી. તેમજ કોન્ટ્રાક્ટ કરાર અને લેટર બોગસ છે અને આરોપીઓ લોકોની ગાડીઓ કોન્ટ્રાક્ટ પર મેળવીને ફાઈનાન્સરો પાસે ગીરવે મુકીને વ્યાજ મેળવતા હતા.

પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થતા તેમણે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને ફરિયાદના આધારે વિમલ પ્રમોદ મિસ્ત્રી  અને વિવેક ઉર્ફ વિક્કી મંગું પટેલની ધરપકડ કરી લોકો પાસેથી લીધેલી ૬૫ લાખથી વધુની કિમતની જુદી જુદી કંપનીની મોંઘી દાટ ૧૩ ગાડીઓ ફાયનાન્સર પાસેથી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

.જોકે પકડાયેલ બંને ઠગ આરોપીઓની પોલીસ કડક પૂછપરછ હાથ ધરાય તો માત્ર રૂ ૬૫ લાખની કાર જ નહિ પરંતુ ૧ કરોડ થી વધુનું ભાડે કારનું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ.