Not Set/ ’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત : જીવંત નિદર્શન દ્વારા મેલેરિયા વિષયક વોર્ડ વાઇઝ પ્રદર્શન 

ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુકત ગુજરાત – ર૦રર નું અભિયાન હાથ ઘરાયું છે. આ અભિયાન થકી સમગ્ર ગુજરાતમાં મેલેરિયા તેમજ બીજા મચ્‍છરોથી થતા રોગોનો ફેલાવો અટકાવી મેલેરિયા નાબુદી તરફ

Gujarat Rajkot
june abhiyan rmc ’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત : જીવંત નિદર્શન દ્વારા મેલેરિયા વિષયક વોર્ડ વાઇઝ પ્રદર્શન 

ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુકત ગુજરાત – ર૦રર નું અભિયાન હાથ ઘરાયું છે. આ અભિયાન થકી સમગ્ર ગુજરાતમાં મેલેરિયા તેમજ બીજા મચ્‍છરોથી થતા રોગોનો ફેલાવો અટકાવી મેલેરિયા નાબુદી તરફ લઇ જવાનો રાજય સરકારનો લક્ષ્‍યાંક છે. રાજકોટ શહેરમાં ૫ણ ‘’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે.

june abhiyan rmc 2 ’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત : જીવંત નિદર્શન દ્વારા મેલેરિયા વિષયક વોર્ડ વાઇઝ પ્રદર્શન 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ તરીકે ઉજવવામાં આવે છે. મેલેરિયા મુકત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્‍છર ઉત્‍૫તિ અને મેલેરિયા તથા ડેન્‍ગ્‍યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્‍ય શિક્ષણના કાર્યક્રમ તથા વાહકનિયંત્રણ પ્રવૃતિઓ હાથ ઘરવામાં આવેલ છે.

june abhiyan rmc 3 ’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત : જીવંત નિદર્શન દ્વારા મેલેરિયા વિષયક વોર્ડ વાઇઝ પ્રદર્શન 

આ કામગીરી હેઠળ આજરોજ …..

·         વોર્ડ નં. ૧ માં લાભદિ૫ સોસા. ખાતે,
·         વોર્ડ નં. ૮ માં કિંગ હાઇટ  ખાતે
·         વોર્ડ નં. ૯ માં ગુરૂજીનગર આવાસ વાડી ખાતે
·         વોર્ડ નં. ૧૦ માં આલા૫ એવન્યુ ખાતે
·         વોર્ડ નં. ૧૧ માં સાગર ચોક આવાસ ખાતે
·         વોર્ડ નં. ૧ર માં આગમન સિટી ખાતે
·         વોર્ડ નં. ૪ માં બેડી૫રા ખાતે
·         વોર્ડ નં. ૫ માં વાલ્મીકી આવાસ ખાતે
·         વોર્ડ નં. ૬ માં માણેક પાર્ક ખાતે
·         વોર્ડ નં. ૧૫ માં સત્યમ પાર્ક ખાતે
·         વોર્ડ નં. ૧૬ માં વિવેકાનંદ સોસા. ખાતે
·         વોર્ડ નં. ૧૮ માં અક્ષરાતીર્થ એપાર્ટમેન્ટ ખાતે
·         વોર્ડ નં. ૨ માં ચાણકય સ્કુલ
·         વોર્ડ નં. ૩ માં એકનાથ રનાડે,  ૫રસાણાનગર ખાતે
·         વોર્ડ નં. ૭ માં મઘ્યાન ભોજનની ઓફીસ
·         વોર્ડ નં. ૧૩ માં શાળાનં. ૬૯
·         વોર્ડ નં. ૧૪ માં જી. ટી. શેઠ સ્કુલ
·         વોર્ડ નં. ૧૭ માં હુડકો કવા. સ્કુલ

june abhiyan rmc 4 ’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત : જીવંત નિદર્શન દ્વારા મેલેરિયા વિષયક વોર્ડ વાઇઝ પ્રદર્શન 

મચ્છર, મચ્છરના પોરા, પોરાભક્ષક માછલી નું જીવંત નિદર્શન રાખવામાં આવેલ તથા તેમાં  બેનર, પોસ્‍ટર,  પત્રિકા ના માઘ્યમથી લોકોને મેલેરિયા તથા વાહકજન્‍ય રોગ નિયંત્રણ અંગે વિગતવાર સમજ આ૫વામાં આવેલ.  આ કાર્યક્રમનો ૨૮૯૬ લોકો દ્વારા લાભ લેવામાં આવેલ તથા ૩૦૪  લોકોને પોરાભક્ષક માછલી વિતરણ કરવામાં આવેલ.

june abhiyan rmc 4 1 ’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત : જીવંત નિદર્શન દ્વારા મેલેરિયા વિષયક વોર્ડ વાઇઝ પ્રદર્શન 

આ કામગીરી મેયર ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, શાસક ૫ક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્‍ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્‍ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા ઇનસ્પેકટ, સુપિરીયર ફિલ્‍ડવર્કર, ફિલ્‍ડ વર્કરો દ્વારા કરવામાં આવેલ હતી.

june abhiyan rmc 5 ’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત : જીવંત નિદર્શન દ્વારા મેલેરિયા વિષયક વોર્ડ વાઇઝ પ્રદર્શન 

વાહકજન્‍ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્‍વનું ૫રિબળ છે. મચ્‍છરથી થતા રોગો અને મચ્‍છર ઉત્પતિ અટકાવવા….

·         પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ.
·         જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્‍ય રીતે સાફ કરી સુકવ્‍યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ.
·         અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ.
·         ફ્રીજની ટ્રે, ૫ક્ષીકુંજ અને ૫શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ.
·         ખુલ્‍લા રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ.
·          મચ્‍છરના કરડવાથી બચવા માટે મચ્‍છરદાની, મોસ્‍કયુટો રીપેલન્‍ટ, મચ્‍છર અગરબતી નો ઉ૫યોગ કરીએ.
·         તાવ આવે તો તરત જ નજીકના આરોગ્‍યકેન્‍દ્રમાં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્‍ય કેન્‍દ્રમાં વિનામુલ્‍યે ઉ૫લબ્‍ઘ છે.

મેલેરિયા – ડેન્‍ગ્‍યુ – ચિકુનગુનિયા ફેલાવતા મચ્‍છર ચોખ્‍ખા, બંઘિયાર પાણીમાં જ ઉત્‍પન્‍ન થાય છે. આથી લોકો ઘર / પ્રિમાઇસીસમાં આ બાબતે તકેદારી રાખે અને મચ્‍છરના પોરા થતા અટકાવે અને મેલેરિયા – ડેન્‍ગ્‍યુ – ચિકુનગુનિયા રોગ નિયંત્રણ અંગેની ઝુંબેશમાં સહકાર આપે તેવી દરેક નાગરિકોને નમ્ર અપીલ છે.

majboor str 1 ’મેલેરિયા મુકત રાજકોટ’’ અભિયાનની શરૂઆત : જીવંત નિદર્શન દ્વારા મેલેરિયા વિષયક વોર્ડ વાઇઝ પ્રદર્શન