- ગેરકાયદે ખાણો પર ઇન્ચાર્જ એસ.પી.નો સપાટો
- 11 જેટલી ગેરકાયદે ખાણો પર એસ.પી.ના દરોડા
- કરોડોની બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજ ચોરીનો પર્દાફાશ
- ઇકો સેન્સેટિવ ઝોનમાં બેફામ ચાલતી હતી ખનીજ ચોરી
- ગૌચર ની જમીન પર ચાલતું હતું ગેરકાયદે ખનીજ ખનન
- એસપી દ્વારા આખી રાત ચલાવ્યું ઓપરેશન ખનીજ ખનન
- 27થી વધુ કટર મશીન, 7 જનરેટર સહિત 5 ટ્રેક્ટર કબ્જે
- એસ.પી.ના દરોડાના પગલે ભુમાફિયાઓમાં હડકંપ
ગીર જંગલ બોર્ડર પર ગેરકાયદે ખાણો ઇન્ચાર્જ એસ.પી. એ ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્યો છે. ગીર જંગલ બોર્ડર નજીક થી 11 જેટલી ગેરકાયદે ખાણો ઝડપી પાડવામાં આવી છે. આ દરોડા ઇકો સેન્સેટિવ ઝોન માં બેફામ ચાલતી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ની ખનીજ ચોરી પણ હાથ લાગી છે. ખનીજ ખનન પર ખાણ ખનીજ વિભાગ ની મીઠી નજર ના આક્ષેપ સાથે એસ.પી. ઓમપ્રકાશ જાટ ખુદ ત્રાટકયા હતા.
ઘાંટવડ અને જામવાળા ગીર ની ગૌચર ની જમીન પર ચાલતું ગેરકાયદે ખનીજ ખનન ચાલી રહ્યું હતું. આખી રાત આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં ખનીજ ખનન, 27 થી વધુ કટર મશીન, 07 જનરેટર વિગેરે મળી આવ્યા હતા. જે કબજે કરવામાં આવ્યા હતા. તો સાથે 05 ટ્રેક્ટર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કરોડો ની બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજ ચોરી નો પણ પર્દાફાશ થયો છે.
ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી ના કરતા…
ખાન ખનીજ વિભાગે આ ઘટના માં કોઈ જ કાર્યવાહી નહિ કરતા છેવટે ઇન્ચાર્જ એસ.પી. ઓમ પ્રકાશ જાટ એ જાતે જ ઘટના સ્થળે જઈ સપાટો બોલાવ્યો હતો.
એસ.પી. ના અચાનક દરોડા ના પગલે ભુમાફિયા ઓ માં ફફડાટઉના તાલુકા માં પણ બેફામ પણે ચાલતી લાઇમસ્ટોન ની ખાણો માં ખનીજ ખાતા ની મીઠી નજર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ગીર સોમનાથ એસ.પી.ની કાર્યવાહી થી ખનીજ ચોરો માં ફફડાટ ફેલાયો છે. ઉના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવે તો અનેક ખાણો ગેરકાયદેસર ચાલી રહી હોવાની વાતો પણ વાયુ વેગે પ્રસરી રહી છે જો તે દિશામાં તપાસ કરવામાં આવે તો પણ કરોડો રૂપિયા ની રોયલ્ટી ચોરી સામે આવી શકે તેવું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે.
