Accident/ અમરેલી, સુરત અને બોટાદમાં અકસ્માત, 3 લોકોએ ગુમાવ્યો જીવ

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવામાં વધુ ત્રણ અકસ્માતની ઘટના રાજ્યમાં બની હોવાનું સામે આવ્યું છે.  અમરેલી, સુરત અને બોટાદમાં અકસ્માત સર્જાયો છે.

Gujarat Others

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવામાં વધુ ત્રણ અકસ્માતની ઘટના રાજ્યમાં બની હોવાનું સામે આવ્યું છે.  અમરેલી, સુરત અને બોટાદમાં અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકને પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં અવાય હતા. 

અમરેલી

  • અમરેલીના નાનીકુંડળ ગામે અકસ્માત
  • બે લોડ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત
  • અન્ય મુસાફરોને પહોંચી નાની મોટી ઇજાઓ
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડાયા

સુરત

  • સુરત કામરેજમાં ટ્રક-મારૂતિ વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં કાર ચાલકનું મોત
  • પોલીસએ ગુનો નોંધી તપાસ હાથ ધરી

બોટાદ

  • બોટાદ નાની કુંડળ પાસે અકસ્માત
  • બે છકડો રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત
  • અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…