Ambaji Temple/ અંબાજી મંદિરમાં ધરણા, પ્રદર્શન, અને રેલી પર મૂકાયો પ્રતિબંધ, આંદોલન ઉગ્ર થવાના એંધાણ

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા મામલો ગરમાયો છે.ઘણા દિવસો વિતી ગયા હોવા છંતા  આ મામલાનો અંત આવ્યો નથી.

Top Stories Gujarat Others
12 8 અંબાજી મંદિરમાં ધરણા, પ્રદર્શન, અને રેલી પર મૂકાયો પ્રતિબંધ, આંદોલન ઉગ્ર થવાના એંધાણ

Ambaji temple: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા મામલો ગરમાયો છે.ઘણા દિવસો વિતી ગયા હોવા છંતા  આ મામલાનો અંત આવ્યો નથી. ત્યારે કરોડો લોકોની આસ્થા સાથે છેડા કરતાં વહીવટી તંત્ર અને સત્તાધારીઓ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા પરંપરાગત મોહનથાળ પ્રસાદના આ નિર્ણયને લઈ સમગ્ર દેશ દુનિયામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.આ પ્રસાદ મામલે હિન્દુ વિશ્વ પરિષદ પણ મેદાનમાં ઉતરી ગયું છે. વર્ષો જુના મોહનથાળના પ્રસાદને બદલે ચીક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા કરોડોના કોન્ટ્રાક્ટ પર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આજે અંબાજી મંદિરના ગેટ નંબર 7 પર મંદિરમાં ધરણા, પ્રદર્શન, રેલી, વગેરે કરીને વિરોધ કરી નહીં શકાય તેવી નોટિસ લગાવી દેવાઈ છે.

સોમવારે સાંજે 7 વાગ્યે (Ambaji temple) અંબાજી મંદિરના વીઆઈપી ગેટ એવા ગેટ નંબર 7ને બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેટ નંબર 7 પર જાહેરનામુ લગાવી દેવાયું છે કે 10થી 24 તારીખ સુધી અંબાજી મંદિરમાં ધરણા, પ્રદર્શન કે રેલી જેવા કાર્યક્રમોથી વિરોધ દર્શાવી શકાશે નહીં.મોહનથાળ પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે મા જગતજનની અંબાના ધામે આવતા હજારો-લાખોની સંખ્યામાં માઇ ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તો સાથે સાથે અંબાજી મંદિરમાં પરંપરાગત 500 વર્ષ કરતા પણ વધુ સમયથી માતાજીને ધરાવાતો મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિવિધ સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

અંબાજી મંદિરના વહીવટીકર્તા (Ambaji temple) અને સત્તાધિકારીઓ સામે ભક્તો અને વિવિધ સંગઠનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરના સામે ખોડીયાર ચોક પર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. જય શ્રી રામ અને બોલ મારી અંબેના જયકારા સાથે મોહનથાળ પ્રસાદના સમર્થનમાં વિરોધ દર્શાવી રહ્યા છે. તો આજે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રીના નેતૃત્વમાં ધરણાંનું આયોજન પણ કરવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે સરકારે વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ચીક્કી જ પ્રસાદમાં આપવામાં આવશે જેના લીધે હવે આ મામલે પ્રદર્શન ઉગ્ર થયો છે જેના લીધે પ્રતિબંધ લગાવવાના આદેશ આપવામાં આ્વ્યા છે.