Heart Attack Case/ ભરૂચમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, ફરી ત્રણ લોકોના હૃદયના ધબકારા થયાં બંધ

હાર્ટએટેક હવે ગુજરાતના યુવકોનો કાતિલ બની રહ્યો છે. ગુજરાતમાં હવે રોજ હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, જુવાનિયા તેનો શિકાર બની રહ્યાં છે. 

Gujarat Others
YouTube Thumbnail 2023 11 02T123541.422 ભરૂચમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, ફરી ત્રણ લોકોના હૃદયના ધબકારા થયાં બંધ

હાર્ટએટેક હવે ગુજરાતના યુવકોનો કાતિલ બની રહ્યો છે. ગુજરાતમાં હવે રોજ હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, જુવાનિયા તેનો શિકાર બની રહ્યાં છે. ભરૂચ જીલ્લામાં 4 લોકોને હૃદય રોગના હુમલા આવ્યા હતા.જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જયારે એક સારવાર હેઠળ છે.

તલાટી તરીકે ફરજ બજવતા નિલેશ પટેલ, કેરાલાના એક ઇસમનું અને ધોરણ ચારમાં અભ્યાસ કરતા બાળકીનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. જયારે ભરૂચ ક્રિકેટ એસો.સાથે જોડાયેલ ઇસ્માઇલ મતાદાર સારવાર હેઠળ છે.

મહત્વનું છે કે,છેલ્લાં થોડા સમયથી સૌરાષ્ટ્રમાં અને એમા પણ રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુનાં બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આજે ફરી બે યુવકોના હાર્ટ એટેકથી મોત થતાં ચકચાર મચી ગયો છે. શહેરના મીરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અને રૂખડીયા પરા વિસ્તારમાં રહેતા એક 20 વર્ષીય અને એક 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં ફરી એક વાર શહેરમાં ચિંતાની લાગણી જન્માવી છે.


whatsapp ad White Font big size 2 4 ભરૂચમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, ફરી ત્રણ લોકોના હૃદયના ધબકારા થયાં બંધ


આ પણ વાંચો:1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા