અમદાવાદ/ દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

દિવાળીમાં વતન જવાના તો ચિંતા ન કરતા. એસટી નિગમ મુસાફરો માટે દોડાવશે વધારાની બસ દિવાળીના તહેવારને લઈ એસટી નિગમ દોડાવશે વધારાની 2 હજારથી વધુ બસ

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 01T193706.112 દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

@શિવાંશુ સિંહ

  • એસટી નિગમ મુસાફરો માટે દોડાવશે વધારાની બસ
  • દિવાળીમાં ST વિભાગ દોડાવશે 2 હજારથી વધુ બસ
  • અમદાવાદ સહિત તમામ ડિવિઝનમાં દોડશે વધુ બસ
  • ગ્રૂપ બુકીંગ કરાવનારને વતન મૂકવા કરાશે વ્યવસ્થા

Ahmedabad News: દિવાળી વેકેશન અને વતનમાં તહેવાર કરવા માટે લોકો એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે. જેના કારણે ટ્રેન, ફ્લાઈટ અને બસમાં બુકીંગ કરાવી રહ્યા છે. ટ્રેનમાં વેટીંગ પણ વધી રહ્યુ છે. છેલ્લી ઘડી જો જવાનુ પ્લાન કરતા હતો તો ટિકિટ મળશે કે નહી તેની ચિંતા રહેશે. પરંતુ એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવાર માટે 2 હજારથી વધુ બસો વધારાની દોડાવવાના છે. જેના કારણે પ્રવાસી પોતાના પવન પહોચવામાં સરળતા રહે.

એસટી નિગમના ચીફ લેબર ઓફિસર દિનેશ નાયકે મંતવ્ય ન્યૂઝ  સાથે વાત કરતા જણાવ્યુ છે કે દરેક તહેવાર અથવા તો ધાર્મિક પ્રસંગ, મેળા ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવારમાં પણ લોકો ફરવા અથવા તો પોતાના વતન જતા હોય છે. જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. ગયા વર્ષે દિવાળીમાં 1500 જેટલી બસો દોડાવી હતી. અને 6 કરોડથી વધુની આવક થય હતી.  જ્યારે ચાલુ વર્ષે 2 હજારથી પણ વધુ વધારાની બસો દોડાવવામાં આવશે. અને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવાનો ધસારો હોય છે. સાથે અમદાવાદ સહિત તમામ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવા માટેનુ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ તમામ ડિવિઝનમાં સુચના પણ આપવામાં આવી છે જે તરફ મુસાફરોનો રસ વધે તે તરફ વધારાની બસો દોડાવવી. તેમજ ગ્રૂપ બુકીંગ કરાવનારને વતન મુકવા જવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જો કે દિવાળીના તહેવારને લઈ લોકો ઓનલાઈન બુકીંગ કરાવી રહ્યા છે.

મુસાફરોનો ધસારો વધતા જોઈને ખાનગી વાહન માલીકો ભાડા પણ બમણા કરી દે છે. અને લૂંટ ચલાવતા હોય છે. ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને સસ્તી અને સારી સુવિધા મળી રહે તે માટે આગાઉથી આયોજન કરી દેવામાં આવ્યુ છે.દિવાળીના વેકેશનને લઈ ટ્રેનમાં વેટીંગ વધી રહ્યુ છે. તેના પર રેલવે વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સાથે દિવાળી સ્પેશિય ટ્રેન અને વધારાના કોચ જોવા માટેનુ આયોજન કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ


આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા