Not Set/ આ લોકો પાન-મસાલા-ગુટખા લાવે છે ક્યાંથી..? પોલીસે ફરી પકડ્યો 3 લાખનો માલ

અમદાવાદ પર કોરોનાની વિશેષ પ્રિત છે, વિદિત છે કે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. સાથે સાથે અમદાવાદમાં લોકડાઉનનો પણ કડક અમલ છે. સંપૂર્ણ લોકડાઉનનાં કાળમાં વ્યસનીઓ સૌથી વધુ પરેશન છે અને માટે જ કાળાબજારીઓને લીલા લહેર છે.  ત્યારે અમદાવાદ પોલીસની ઝપેટમાં આવો જ એક કાળાબજારી આવી ગયો હતો. પાન, મસાલા, અને ગુટખાનાં આ કાળાબજારી પાસેથી અધધધ 3 […]

Ahmedabad Gujarat
ee094d88f3c957cff0431038f4423e59 આ લોકો પાન-મસાલા-ગુટખા લાવે છે ક્યાંથી..? પોલીસે ફરી પકડ્યો 3 લાખનો માલ
ee094d88f3c957cff0431038f4423e59 આ લોકો પાન-મસાલા-ગુટખા લાવે છે ક્યાંથી..? પોલીસે ફરી પકડ્યો 3 લાખનો માલ

અમદાવાદ પર કોરોનાની વિશેષ પ્રિત છે, વિદિત છે કે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. સાથે સાથે અમદાવાદમાં લોકડાઉનનો પણ કડક અમલ છે. સંપૂર્ણ લોકડાઉનનાં કાળમાં વ્યસનીઓ સૌથી વધુ પરેશન છે અને માટે જ કાળાબજારીઓને લીલા લહેર છે.  ત્યારે અમદાવાદ પોલીસની ઝપેટમાં આવો જ એક કાળાબજારી આવી ગયો હતો. પાન, મસાલા, અને ગુટખાનાં આ કાળાબજારી પાસેથી અધધધ 3 લાખનો માલ સામાન મળી આવ્યો છે.  લોકડાઉનનાં આટલા લાંબા કાળ પછી પણ આ લોકો પાન, મસાલા, અને ગુટખા જેવો માલ કાઢે છે ક્યાંથી તે બાબત હવે પોલીસને પણ માથું ખંજવાળવા મજબૂર કરી રહી છે. 

જી હા, અમદાવાદમાં કારમાં તમાકુ, પાન, મસાલાનો ધંધો કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા તમાકુ, પાન, મસાલા, અને ગુટખા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે તો પણ કેટલાક લેભાગૂ તત્વો ગુટખાનો સ્ટોક ભેગો કરી કાળાબજાર કરે છે. ત્યારે અમદાવાદના રામોલના રુદ્ર કોમ્પ્લેક્સમાં રહેતા મુકેશ જૈન નામનો યુવક કારમાં પાન, મસાલાનો ધંધો કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ વધુ તપાસ કરી યુવકની ધરપકડ કરી છે અને યુવક પાસેથી 3 લાખની કિંમતનો તમાકુ અને ગુટખાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….