Not Set/ દેવળીયા સફારી પાર્કમાં સિંહનો હુમલો, વન વિભાગ કર્મચારીનું મોત, બે ઘાયલ

સાસણ નજીક દેવળીયા સફારી પાર્કમાં સિંહે હુમલો કરતાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે. જ્યારે બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના ગુરૂવારે સવારે દેવળીયા સફારી પાર્કમાં બની હતી. આ હુમલામાં પાર્કમાં મજૂર તરીકે કામ કરતાં રજનીશ કેશવાળાનું મોત નિપજ્યું છે. સિંહે હુમલો કર્યો તે સમયે ત્યાં હાજર અન્ય એક મજુર દિનેશે, રજનીશને […]

Top Stories Gujarat Others
image5 13 દેવળીયા સફારી પાર્કમાં સિંહનો હુમલો, વન વિભાગ કર્મચારીનું મોત, બે ઘાયલ

સાસણ નજીક દેવળીયા સફારી પાર્કમાં સિંહે હુમલો કરતાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે. જ્યારે બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના ગુરૂવારે સવારે દેવળીયા સફારી પાર્કમાં બની હતી. આ હુમલામાં પાર્કમાં મજૂર તરીકે કામ કરતાં રજનીશ કેશવાળાનું મોત નિપજ્યું છે.

સિંહે હુમલો કર્યો તે સમયે ત્યાં હાજર અન્ય એક મજુર દિનેશે, રજનીશને બચાવવાના પ્રયાસો કર્યાં હતા. જો કે સિંહે દિનેશ પર પણ હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં ઘાયલ થયેલાં દિનેશને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રજનીશને સિંહ જંગલમાં ઘસડીને લઈ ગયો હતો.

રજનીશ કેશવાલાને શોધવા ગયેલા એક ફોરેસ્ટર પણ સિંહે હુમલો કર્યો હતો. તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રજનીશ કેશવાળાનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.