death road accident/ સરકાર માર્ગ અકસ્માતમાં ઇજા પામનારને ઇલાજ માટે આપશે Cashless સુવિધા

સરકાર અકસ્માતની ઘટના નિવારવા લોકોમાં જાગૃતિ વધારવા કાર્યક્રમો યોજી રહી છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં જાગૃતિ વધે માટે રોડ સેફ્ટી માટેના કોર્સ શાળાઓ અને કોલેજોમાં લાગુ કરવા જઈ રહી છે.

Top Stories India
મૃત્યુદરમાં થશે ઘટાડો સરકાર માર્ગ અકસ્માતમાં ઇજા પામનારને ઇલાજ માટે આપશે Cashless સુવિધા

ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામવાની ઘટના વધી છે. મોટાભાગના લોકો રોડ અકસ્માતમાં સારવારમાં વિલંબના કારણે મૃત્યુ પામતા હોવાનું સામે આવ્યું છે. આ બાબત ધ્યાને આવતા સરકાર ગંભીર ઇજા પામતા ઘાયલ દર્દીઓને સુરક્ષા પાડવા જઈ રહી છે. જેથી ઘાયલોને વહેલી તકે મફત સારવાર (cashless facility) મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય. દેશમાં માર્ગ અકસ્માતને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ માહિતી મુજબ ગત વર્ષે 4.46 લાખ માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 4.23 લાખ લોકો ઘાયલ થયા હતા અને 1.71 લાખ લોકોના મોત થયા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે ઘાયલ દર્દીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.

અકસ્માતના કેસોમાં cashless facility શરૂ થશે

સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માતના કેસોમાં મફત સારવાર (cashless facility)ની વ્યવસ્થા કરવા જઈ રહી છે. આ માટે મોટર વ્હીકલ એક્ટમાં પહેલાથી જ ફેરફાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મોટર વ્હીકલ એકટ, 2019ની કલમ 162 (1) હેઠળ ‘ગોલ્ડન અવર’માં અકસ્માતના ઇજાગ્રસ્તને કેશલેસ સારવાર આપવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ‘ગોલ્ડન અવર’ એટલે કે માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા પામ્યા બાદના પ્રથમ કલાકમાં દર્દીને તાત્કાલિક સંભાળ માટે આ સમય દરમ્યાન મફત સારવાર (cashless facility) આપવામાં આવે જેથી દર્દી મોટા જોખમથી બચી શકે. અકસ્માતના શરૂઆતના થોડા કલાકોમાં જ દર્દીને ડોક્ટરી સારવાર મળી જાય તો ઘણા લોકોના જીવ બચાવી શકાય. જો કે સરકાર હવે મોટર વ્હીકલ એકટમાં બદલાવ કરી ઇજાગ્રસ્તોને વધુ સુરક્ષા પ્રદાન કરવા જઈ રહી છે.

મોટર વ્હીકલ એક્ટમાં બદલાવ

માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુદર ઘટાડવા અને ઘાયલોને વહેલી તકે તબીબી સારવાર મળે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી ઘાયલોને સારવાર માટે ટૂંક સમયમાં કેશલેશ સુવિધાની શરૂઆત કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. જેના બાદ આગામી 4 મહિનામાં સમગ્ર દેશમાં કેશલેશ સુવિધા લાગુ કરવામાં આવશે.

મંત્રાલયના સચિવ અનુરાગ જૈને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. મોટર વ્હીકલ એક્ટમાં ફ્રી અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો નિયમ સામેલ છે. આ સુવિધાનો કેટલાક રાજ્યોમાં અમલ થતો હતો જો કે હવે સમગ્ર દેશમાં આ નિયમનું પાલન કરવા અંગેની જાહેરાત ટૂંક સમયમાં થશે. આરોગ્ય અને પરિવાર મંત્રાલયને સમગ્ર દેશમાં કેશલેસ સારવાર સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે.

અકસ્માત નિવારવા જાગૃતિ અભિયાન

સરકાર અકસ્માતની ઘટના નિવારવા લોકોમાં જાગૃતિ વધારવા કાર્યક્રમો યોજી રહી છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં જાગૃતિ વધે માટે રોડ સેફ્ટી માટેના કોર્સ શાળાઓ અને કોલેજોમાં લાગુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત, ભારત એનસીએપી પણ લાગુ કરવામાં આવી રહી છે. જેમાં સીટ બેલ્ટ રીમાઇન્ડર અને વાહનોમાં ટેક્નિકલ ફેરફારનો સમાવેશ થાય છે.

માર્ગ અકસ્માત સર્વે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2022માં 4,46,768 માર્ગ અકસ્માતો થયા હતા. તેમાંથી 4,23,158 લોકો ઘાયલ થયા અને 1,71,100 લોકોના મોત થયા. કુલ માર્ગ અકસ્માતોમાંથી 45.5 ટકા દ્વિચક્રી વાહનોને કારણે થયા છે. આ પછી, કાર દ્વારા થતા માર્ગ અકસ્માતોનો હિસ્સો 14.1 ટકા હતો. જેમાં મોટા ભાગના અકસ્માતો ઓવર સ્પીડને કારણે થયા હતા અને 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, માર્ગ અકસ્માતો ગામડાઓમાં વધુ થયા છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો : 

આ પણ વાંચો :