GST raid/ સુરતમાં ડ્રાયફ્રુટના વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા

ગુજરાતમાં દરોડાની વણથંભી વણઝાર જારી છે. ઇન્કમટેક્સના દરોડા માંડ પૂરા થાય ત્યાં ઇડી ત્રાટકે છે, ઇડીના દરોડા પૂરા થાય ત્યારે જીએસટીના દરોડા ચાલુ થઈ જાય છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 1 સુરતમાં ડ્રાયફ્રુટના વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા

સુરતઃ ગુજરાતમાં દરોડાની વણથંભી વણઝાર જારી છે. ઇન્કમટેક્સના દરોડા માંડ પૂરા થાય ત્યાં ઇડી ત્રાટકે છે, ઇડીના દરોડા પૂરા થાય ત્યારે જીએસટીના દરોડા ચાલુ થઈ જાય છે. આ બધુ માંડ-માંડ થાળે પડતું લાગે ત્યાં સીબીઆઇ ત્રાટકે છે અને છેલ્લે કશું નહીં તો એનઆઇએ દરોડા પાડે છે.

ગુજરાતમાં ફરી એક વખત જીએસટી વિભાગે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં દરોડા પાડવાની કાર્યવાહી સામે આવી છે. જીએસટી વિભાગે સુરત શહેરમાં મોટી કરચોરી પકડી હોવાના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ચાલતી દરોડાની કાર્યવાહીમાં 15 જેટલા ડ્રાયફ્રૂટ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને 1.10 કરોડની કરચોરી પકડવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, આજે સુરત શહેરમાંથી વધુ એક મોટી કરચોરી પકડાયાના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ચાલી રહેલી કાર્યવાહીમાં 15 જેટલા ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી 1.10 કરોડની કરચોરી પકડાઇ છે. હાલમાં આ ડ્રાયફ્રુટ વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગની તપાસની કામગીરી પૂરી થઈ છે.

સુરતમાંથી મિક્સ ડ્રાયફ્રુટ પર 12 ટકાની જગ્યાએ પાંચ ટકા ટેક્સ ભરવામાં આવ્યો છે. આની જોડે-જોડે વેપારીઓએ ટુકડાઓ દર્શાવીને સારી ક્વોલિટીના કાજુના વેચાણમાં પણ ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે. દિવાળી દરમિયાન મોટાભાગનો માલ બે નંબરમાં વેચવામાં આવ્યો હતો. અહીંથી મોટાપાયા પર ખરીદ-વેચાણ અને સ્ટોકને લગતા હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે.

વેપારીઓએ અત્યંત સામાન્ય વેપારનું બિલિંગ બતાવતા મોટાભાગનો માલ રોકડમાં છૂટક વેપારીઓને ત્યાં ઠાલવી દીધો હતો. આટલા મોટા વેપારોના તહેવાર ટાઇમે નજીવા બિલિંગના લીધે જ જીએસટી વિભાગને મોટાપાયા પર કરચોરીની શંકા ગઈ હતી. આમ દિવાળીમા મોટાપાયા પર કરચોરી કરવાની વેપારીઓની ઇચ્છા આ વખતે બર આવે તેમ લાગતું નથી.

નવેમ્બરમાં જીએસટી કલેકશન લગભગ 1.68 લાખ કરોડ રહ્યુ છે. આમ વર્તમાન નાણાકીય વર્ષમાં માસિક ધોરણે સરેરાશ જીએસટી કલેકશન 1.66 લાખ કરોડ રહ્યું છે. જીએસટી કલેકશનનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર 13 ટકા રહ્યો છે તે જોતાં આગામી ત્રણેક નાણાકીય વર્ષમાં આર્થિક પ્રવૃત્તિ વધવાના લીધે માસિક ધોરણે સરેરાશ જીએસટી કલેકશન બે લાખ કરોડને વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ