ટીવી શો CID ફેમ દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. બીમારીના કારણે તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. અભિનેતા લાંબા સમયથી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતો અને ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. તેમના નિધનની માહિતી તેમના નજીકના મિત્રો અને સહ- કલાકારોએ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે તેમના અંતિમ સંસ્કાર થશે. આ સાથે જ તેના તમામ કો-સ્ટાર્સ તેના ઘરે પહોંચી ગયા છે. દિનેશ ફડનીસ સીઆઈડીમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવતા હતા.
દિનેશ ફડનીસે પોતાના પાત્રથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. તેમના નિધનના સમાચારે તેમના ચાહકોને દુઃખી કરી દીધા છે. તેના તમામ ફેન્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમયથી બિમારીના કારણે દિનેશને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતા લાંબા સમય સુધી વેન્ટિલેટર પર હતા, ત્યારબાદ અભિનેતાએ ગઈકાલે રાત્રે 12 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: