Valsad/ ભૂખથી મૃત્યુ પામેલા ભિખારી પાસેથી નીકળ્યા સવા લાખ રોકડા!

તેના ખિસ્સામાં લાખો રૂપિયા હોવા છતાં તે ભૂખથી મરી ગયો. મૃતકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 12 05T101758.307 ભૂખથી મૃત્યુ પામેલા ભિખારી પાસેથી નીકળ્યા સવા લાખ રોકડા!

લાખો રૂપિયા ખિસ્સામાં હોવા છતાં તે ભૂખથી મરી ગયો. મૃતકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તે 2 દિવસ સુધી લાઈબ્રેરીની બહાર પડ્યો રહ્યો, પરંતુ કોઈએ તેને હોસ્પિટલ લઈ જવા જેટલી માનવતા દેખાડી નહીં. આખરે તે મૃત્યુ પામ્યો. કોઈ કાર્યવાહી ન થતા લોકોએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહનો કબજો લીધો હતો. તપાસ દરમિયાન ભિખારીના ખિસ્સામાંથી રૂ.500, 200 અને 100ની નોટોના બંડલ મળી આવ્યા હતા. 1.25 લાખ જેટલી રોકડ રકમ હતી. ઘટના 2 દિવસ જૂની છે, પરંતુ જ્યારે મૃતકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ભૂખ હોવાનું બહાર આવ્યું ત્યારે પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

માહિતી અનુસાર, મૃતકની ઉંમર 50 વર્ષની આસપાસ છે, પરંતુ તે કોણ છે અને તે ક્યાંનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. મામલો વલસાડનો છે. જ્યારે લોકોએ પોલીસને બોલાવી ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. રવિવારે એક દુકાનદારે 108 પર ફોન કરીને માહિતી આપી હતી કે ગાંધી લાઇબ્રેરી પાસે રોડ કિનારે છેલ્લા કેટલાક દિવસોથી એક ભિખારી એ જ સ્થિતિમાં પડેલો છે. પહેલા તેમાં હલચલ હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે શાંત છે. કોઈ અપ્રિય ઘટનાના ડરથી તેણે 108 નંબર પર ફોન કર્યો હતો. દુકાનદારની વાત સાંભળીને એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પણ પોલીસને બોલાવી.

વલસાડ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા આપતા ભાવેશ પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દુકાનવાળાએ તેમને કહ્યું કે ભિખારીમાં કોઈ હલચલ નથી. પોલીસની હાજરીમાં મૃતદેહનો કબજો લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 1.14 લાખની રોકડ મળી આવી હતી. જેમાં રૂ.500ની 38 નોટો, રૂ.200ની 83 નોટો, રૂ.100ની 537 નોટો અને રૂ.20 અને રૂ.10ની નોટો હતી. રોકડ રકમ મૃતકના સ્વેટરના ખિસ્સામાં પ્લાસ્ટિકની નાની થેલીમાં હતી. વલસાડ સિવિલ હોસ્પિટલના ડો.ક્રિષ્ના પટેલે જણાવ્યું કે જ્યારે વૃદ્ધને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમણે ચા મંગાવી હતી. અમને લાગ્યું કે તે ભૂખ્યો હતો અને તેનું બ્લડ સુગર લેવલ નીચે ગયું હતું. અમે સલાઈન નાખ્યું અને સારવાર શરૂ કરી, પરંતુ એક કલાક પછી તેનું મૃત્યુ થયું. પોલીસે તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જેથી તેની ઓળખ થઈ શકે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: