Stock Market/ શેરબજારમાં આજે પણ તેજીનો દોર જારી, સેન્સેક્સ 69168 અને નિફ્ટી 20806 ના સ્તર પર ખૂલ્યો

આજે શેરબજારમાં તેજીનો દોર જોવા મળતા અનેક શેર્સ ગ્રીન ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ડોલર સામે ભારતીય ચલણ નબળું પડી રહ્યું છે.

Top Stories Business
sharemarketupdate 21678217739481 શેરબજારમાં આજે પણ તેજીનો દોર જારી, સેન્સેક્સ 69168 અને નિફ્ટી 20806 ના સ્તર પર ખૂલ્યો

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ સોમવારે શેરબજારની વિસ્ફોટક શરૂઆત થઈ હતી. આજે બીજા દિવસે પણ બજારમાં તેજી જોવા મળી છે. બજારમાં આજે નિફ્ટી ફરી ઐતિહાસિક સ્તરે ખુલ્યો છે અને બેન્ક નિફ્ટી 450 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલ્યો છે. ચૂંટણી પરિણામો બાદ અદાણી ગ્રુપના શેરો ગેનર્સમાં ટ્રેડ કરી રહ્યા છે. જયારે નિફ્ટીના ટોપ ગેનર્સમાં BPCL, ICICI બેન્ક અને એક્સિસ બેન્ક, M&Mના નામ પણ સામેલ છે.

આજે પણ બજારની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ઓપનિંગમાં BSE સેન્સેક્સ 303.41 પોઈન્ટ અથવા 0.44 ટકાના મજબૂત વધારા સાથે 69168 ના સ્તર પર ખુલ્યો. NSE નો નિફ્ટી 119.90 પોઈન્ટ અથવા 0.58 ટકાના પ્રભાવશાળી વધારા સાથે 20806 ના સ્તર પર ખુલ્યો.

આજે શેરબજારમાં તેજીનો દોર જોવા મળતા અનેક શેર્સ ગ્રીન ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ડોલર સામે ભારતીય ચલણ નબળું પડી રહ્યું છે. ભારતીય ચલણ ફરી એકવાર સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આજે ડોલર સામે રૂપિયો 3 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો હતો. તે જ સમયે, વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે. સોમવારે શેરબજાર તેના સર્વોચ્ચ સ્તરે બંધ થયું હતું.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :