IIT Campus Placement/ કેમ્પસ પ્લેસમેન્ટમાં IITના 85 વિદ્યાર્થીઓને રૂ. 1 કરોડના પેકેજ સાથે નોકરી મળી, 63ને આંતરરાષ્ટ્રીય ઓફર મળી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કૉલેજને દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કૉલેજ ગણવામાં આવે છે, અહીં એડમિશન મેળવવું પણ એક મોટી વાત છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 05T133551.767 કેમ્પસ પ્લેસમેન્ટમાં IITના 85 વિદ્યાર્થીઓને રૂ. 1 કરોડના પેકેજ સાથે નોકરી મળી, 63ને આંતરરાષ્ટ્રીય ઓફર મળી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કૉલેજને દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કૉલેજ ગણવામાં આવે છે, અહીં એડમિશન મેળવવું પણ એક મોટી વાત છે. IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે, ઉમેદવારોએ JEE અથવા કૉલેજ દ્વારા લેવામાં આવતી ક્વોલિફાઇંગ પરીક્ષામાં હાજરી આપવી પડશે. આ કોલેજમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ મોટાભાગે મોટી કંપનીઓમાં સારી જગ્યાઓ પર નોકરી મેળવે છે. તાજેતરમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બેના વિદ્યાર્થીઓએ કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા રૂ. 1 કરોડનું પેકેજ મેળવ્યું છે, જ્યારે 63 ને આંતરરાષ્ટ્રીય ઑફર્સ મળી છે.

જાણકારી મુજબ, આ વર્ષના કેમ્પસ પ્લેસમેન્ટ માટે ઘણી મોટી કંપનીઓએ કોલેજમાં વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા હતા. આ ઈન્ટરવ્યુ ઓનલાઈન માધ્યમથી લેવામાં આવ્યો હતો, જેમાં 85 વિદ્યાર્થીઓને 1 કરોડ રૂપિયાના પેકેજ સાથે જોબ મળી છે અને 63 એવા વિદ્યાર્થીઓ છે જેમને ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટ મળ્યું છે. વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ અંગે, કોલેજે જણાવ્યું હતું કે આ સિઝનમાં કેમ્પસની મુલાકાત લેનારા ટોચના રિક્રુટર્સ એસેન્ચર, એરબસ, એર ઈન્ડિયા, એપલ, આર્થર ડી. લિટલ, બજાજ, બાર્કલેઝ, કોહેસિટી, દા વિન્સી, ડીએચએલ, ફુલર્ટન, ફ્યુચર ફર્સ્ટ, GE-ITC ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ અને ગૂગલ જેવી કંપનીઓ છે.


આ પણ વાંચો:Political/રાજસ્થાનમાં ભાજપ સરકારે ગેહલોત સરકારનો આ નિર્ણય બદલ્યો,CMએ લીધો આ મહત્વનો ફેંસલો

આ પણ વાંચો:loksabha election/પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટો માટે પ્રથમ બેઠક મળી,વિવિધ મુદ્દા પર થઇ ચર્ચા

આ પણ વાંચો:loksabha election/આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને મળી સંજીવની, CM રેડ્ડીની બહેન શર્મિલાએ પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં કર્યું વિલીનીકરણ