Ahmedabad/ રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને મોર્નિગ કોર્ટો શરૂ કરવાની કવાયત

ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ રાજ્યની નીચલી કોર્ટોના વિવિધ જીલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજીસ પાસેથી તેમના જીલ્લા-તાલુકાની…….

Top Stories Gujarat
Image 2024 05 05T115805.916 રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને મોર્નિગ કોર્ટો શરૂ કરવાની કવાયત

Gujarat News: ગુજરાત હાઈકોર્ટે વધુ એક ઐતિહાસિક નિર્ણય અને પહેલ કરી છે. ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મોર્નિંગ કોર્ટો શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી મોર્નિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ રાજ્યની નીટલી કોર્ટોના વિવિધ જીલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજીસ પાસેથી તેમના જીલ્લા-તાલુકાની અદાલતોમાં મોર્નિંગ કોર્ટો શરૂ કરવા વિશેષ અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્દેશ અનુસંધાનમાં વિવિધ બાર એસોશિયેશન તરફથી વહેલી સવારે કોર્ટોના સમમય બાબતે તેમના અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ઘીકાંટા ફોજદારી કોર્ટમાં સવારે 9 વાગ્યાથી બપોરે 1 સુધી સમય રાખવા સૂચન કરાયું છે. અમદાવાદ ગ્રામ્યમાં સવારે 8 વાગ્યાથી સમય શરૂ કરવા સૂચન કરાયું છે.

રાજ્યની લોઅર જ્યુડિશિયરીમાં વિવિધ જીલ્લાઓમાં પ્રિન્સિપાલ જજીસ તરફથી  પુખ્ત વિચારણાના અંતે હાઈકોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. હાલ આ વિષય વિચારાધીન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી