વરસાદ/ રાજયના 190 તાલુકામાં મેઘરાજાની મહેર,દ્વારકામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ

રાજ્યના 68 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 29 તાલુકામાં 2 ઈંચ, 18 તાલુકામાં 3 ઈંચ, 12 તાલુકામાં 4 ઈંચ અને 4 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

Top Stories Gujarat
12 1 રાજયના 190 તાલુકામાં મેઘરાજાની મહેર,દ્વારકામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ

ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજયમાં આ વખતે ચોમાસું સારૂ રહ્યું છે.મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અવરિત પણે ચાલુ છે. આજે 190 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સવારથી સાંજના 10 કલાક સુધીમાં આ તાલુકામાં વરસાદની મહેર જોવા મળી છે. સૌથી વધુ 9 ઈંચ વરસાદ દ્વારકામાં નોંધાયો છે. જ્યારે છેલ્લા 4 કલાકમાં કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં પોણા 5 ઈંચ વરસાદ પડ્યો છે.

નોંધનીય છે કે સરકારી આંકડા મુજબ જૂનાગઢના કેશોદ અને પોરબંદર તાલુકામાં સવા 6 ઈંચ, દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 5 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા 5 ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંજ જામનગરના ધ્રોલમાં 117 મિમી, જામજોધપુરમાં 111, ભાવનગરના મહુવામાં 104 મિમી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 102 મિમી તેમજ જૂનાગઢના માણાવદરમાં 101 મિમી વરસાદ નોંધાયો છે.રાત્રિના 8થી10ના સમયગાળામાં  સૌથી વધુ 3 ઈંચ વરસાદ કચ્છના અબડાસામાં નોંધાયો છે. આ ઉપરાંત લખપતમાં 19 મિમી, મહીસાગરના સંતરામપુરમાં 19 મિમી, અરવલ્લીના ભિલોડામાં 15 મિમી, સાબરકાંઠાના હિંમતનગરમાં 15 મિમી, ખેડબ્રહ્મામાં 10 મિમી તેમજ પ્રાંતિજમાં 4 મિમી વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન રાજ્યના 68 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 29 તાલુકામાં 2 ઈંચ, 18 તાલુકામાં 3 ઈંચ, 12 તાલુકામાં 4 ઈંચ અને 4 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.દ્વારકામાં  દિવસ દરમિયાન 9 ઈંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભારે વરસાદના પગલે દ્વારકાના ગુરુદ્વારા, ઈસ્કોન ગેટ સહિતના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા