તૈયારી/ ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશમાં LAC પર બોફોર્સ તોપ તૈનાત કરી

બોફોર્સ બંદૂકોએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને પરાજય કર્યુ હતું આ તોપની ગણતરી વિશ્વની સૌથી ઘાતક તોપોમાં થાય છે. તેના હળવા વજનને કારણે, તેને યુદ્ધના મેદાનમાં ગમે ત્યાં રાખવી અને લઈ જવી સરળ છે

Top Stories India
એલસી ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશમાં LAC પર બોફોર્સ તોપ તૈનાત કરી

ભારતે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે બોફોર્સ આર્ટિલરી તોપ તૈનાત કરી છે. ભારતે અરુણાચલના સરહદી વિસ્તારોમાં બોફોર્સ આર્ટિલરી તૈનાત કરવાનું આ પગલું એવા સમયે લીધું છે જ્યારે છેલ્લા ઘણા મહિનાઓથી પૂર્વ લદ્દાખ વિસ્તારમાં ચીન સાથે મડાગાંઠ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોફોર્સ તોપો અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે આગળની પોસ્ટ પર તૈનાત કરવામાં આવી છે.

ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ચીન સાથેની સરહદ પર તેની દેખરેખ વધારી છે. એટલુ જ નહીં ભારતીય સેનાએ કોઈપણ સમયે ચીનની કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ અંતર્ગત LAC પર આગળના વિસ્તારોમાં બોફોર્સ તોપો તૈનાત કરવામાં આવી છે.  સુત્રોના જણાવ્યા અનુસાર સેનાએ ઉડ્ડયન વિંગની એર ફાયર પાવરને પણ મજબૂત બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, બોફોર્સ બંદૂકોએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને પરાજય કર્યુ  હતું. બોફોર્સ તોપો 27 કિમીના અંતર સુધી ફાયર કરી શકે છે.  આ તોપની ગણતરી વિશ્વની સૌથી ઘાતક તોપોમાં થાય છે. તેના હળવા વજનને કારણે, તેને યુદ્ધના મેદાનમાં ગમે ત્યાં રાખવી અને લઈ જવી સરળ છે. આ 155 મીમી લાંબી બેરલ તોપ એક મિનિટમાં 10 શેલ છોડવાની શક્તિ ધરાવે છે. તોપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને -3 ડિગ્રીથી 70 ડિગ્રીના ઉચ્ચ ખૂણાથી ફાયર કરવાની ક્ષમતા છે. આ સુવિધાને કારણે તોપ પર્વતીય વિસ્તારોમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.