Not Set/ આજે GST Council ની ૨૨મી બેઠક, જાણો કોને થઈ શકે છે રાહત?

આજે GST કાઉન્સિલની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં નાના ઉદ્યોગોના વેપારીઓને GST રિટર્ન ફાઈલ કરવા માટે રાહત મળી શકે છે. નાના વેપારીઓને મહિનામાં 3 વખત રીટર્ન ભરવાના કારણે જે પરેશાનીનો સામનો કરવો પડે છે તે માટે સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકથી નિકાસકારોને પણ રાહત મળે તેવી શક્યતા છે. વસ્તુ […]

Top Stories India
council meeting tax the goods and services 206ad04c bf60 11e6 acf3 8522f55b22d1 આજે GST Council ની ૨૨મી બેઠક, જાણો કોને થઈ શકે છે રાહત?

આજે GST કાઉન્સિલની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં નાના ઉદ્યોગોના વેપારીઓને GST રિટર્ન ફાઈલ કરવા માટે રાહત મળી શકે છે. નાના વેપારીઓને મહિનામાં 3 વખત રીટર્ન ભરવાના કારણે જે પરેશાનીનો સામનો કરવો પડે છે તે માટે સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકથી નિકાસકારોને પણ રાહત મળે તેવી શક્યતા છે.

વસ્તુ અને સેવા કર પરિષદ (GST કાઉન્સિલ)ની આજે 22મી બેઠક છે. આ બેઠકમાં નિકાસકારોના નાણાં ઝડપથી પાછા આવે તેવા નિયમો સાથે કેટલાંક અંશે વેપારીઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ 22મી બેઠક પર અધિકારીઓ દ્વારા જીએસટી બેઠકમાં આકંલન અને સુધારના કામ પર ચર્ચા કરવામાં આવશે. સરકારી સુત્રોથી જણવા મળેલી વાત મુજબ નિકાસકારોના મુદ્દાઓ પર મહેસૂલ સચિવ હસમુખ અઘિયાની અધ્યક્ષતામાં સ્થાપવામાં આવેલી સમિતિ તેનો પ્રારંભિક રિપોર્ટ આજે રજૂ કરશે. પાયાના આધારે કાઉન્સિલ નિકાસકારો માટે કેટલીક ભલામણો કરશે જેથી કાર્યકારી મૂડી જે રિફંડમાં લૉક કરવામાં આવે છે તે ટૂંક સમયમાં રિલીઝ કરી શકાય.

મહત્વનુ છે કે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુ આજે નિકાસકારો સાથે મુલાકાત કરશે. સરકાર દ્વારા નિકાસકારોને થોડી રાહત આપી શકે છે. આ કાઉન્સિલની 22મીં બેઠક છે. ઉલ્લેખનીય છે કે, આ ગુરુવારે ICSIના ગોલ્ડન જુબલી વર્ષના સમારોહમાં પીએમ મોદીએ સંબોધન આપતા GSTના નિયમોમા બદલાવ કરવા માટે આશ્વાસન આપ્યુ હતુ.

સીબીઇસીની પરિષદે તે નક્કી કર્યું છે કે તે 10 ઓક્ટોબરે નિકાસકારોને આઇજીએસટી રિફંડ રજૂ કરવા માટે તૈયાર કરશે. ગત મહિને થયેલી રાજસ્વ સચિવ સાથેની બેઠકમાં નિકાસકારોએ જીએસટીમાં અનુમાનિત રાશી 65,000 કરોડ રૂપિયાથી વધુ હોવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. સીએનબીસી-ટીવી 18ના રિપોર્ટ મુજબ જીએસટી પરિષદ કંપોજીશન સ્કીમ હેઠળ નામાંકન આપવા માટે નોંધણી કરાવવા મામલે વિચાર કરી શકે છે. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીના નેતૃત્વમાં જીએસટીની ભૂલો પર વિચાર કરવામાં આવશે અને પોર્ટલ દ્વારા અન્ય મંત્રીઓને પણ તેના કામકાજ અને જીએસટી પરિષદ અંગે પોર્ટલ દ્વારા જાણકારી આપવામાં આવશે.