Not Set/ જેલ મુક્ત પી. ચિદમ્બરમની પહેલી પ્રતિક્રિયા હતી આવી, જણાવ્યું કઇક આવું

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ, આઈએનએક્સ મીડિયા કેસમાં લગભગ 106 દિવસ જેલમાં રહ્યા બાદ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તિહાર જેલમાંથી બહાર નીકળ્યા પછી પહેલી પ્રતિક્રિયામાં પી ચિદમ્બરમે કહ્યું હતું કે આઝાદ હવામાં શ્વાસ લેતા ખુશ છે. પી પી ચિદમ્બરમે કહ્યું હતું કે 106 દિવસ […]

Top Stories India
Chidambaram1 જેલ મુક્ત પી. ચિદમ્બરમની પહેલી પ્રતિક્રિયા હતી આવી, જણાવ્યું કઇક આવું

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ, આઈએનએક્સ મીડિયા કેસમાં લગભગ 106 દિવસ જેલમાં રહ્યા બાદ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તિહાર જેલમાંથી બહાર નીકળ્યા પછી પહેલી પ્રતિક્રિયામાં પી ચિદમ્બરમે કહ્યું હતું કે આઝાદ હવામાં શ્વાસ લેતા ખુશ છે. પી પી ચિદમ્બરમે કહ્યું હતું કે 106 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હોવા છતાં, મારી સામે એક પણ આરોપ મૂક્યો ન હતો. જોકે, તેમણે કહ્યું કે તેઓ આ મામલે બોલવા માંગતા નથી. 

આપને જમાવી દઇએ કે, આ પૂર્વે ન્યાયાધીશ આર. ભાનુમથીની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની સુપ્રીમ કોર્ટની બેંચે  74 વર્ષીય પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાનને જામીન આપી દીધા છે. આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈએ તેની ધરપકડ કરી ત્યારે તે 21 ઓગસ્ટથી જેલમાં છે. તેમને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 16 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

ચિદમ્બરમ સામે કાવતરું રચ્યું  હતું – કોંગ્રેસ નેતા

આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને જામીન મળ્યા બાદ, કોંગ્રેસે બુધવારે દાવો કર્યો હતો કે ચિદમ્બરમ વિરુદ્ધ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જે ભવિષ્યમાં બહાર આવશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ પણ દાવો કર્યો હતો કે, સીબીઆઈના જવાનોએ ચિદમ્બરમને ધરપકડ કરવા માટે તેમના ઘરે જવા માટે દિવાલ પરથી કૂદકો લગાવ્યો હતો, જાણે કે તે ‘ઓસામા બિન લાદેન’ના કોઈ સગાનું ઘર હોય.