Not Set/ નિર્ભયા કેસ/ કંગનાનું ઈન્દિરા જયસિંહ પર વિવાદિત નિવેદન, કહ્યુ- આવી મહિલાઓનાં ગર્ભમાંથી જન્મે છે દુષ્કર્મીઓ

બોલિવૂડમાં પોતાની બેબાક નિવેદન આપવા માટે પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌતે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષીઓને ફાંસીમાં મોડા થતા નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે કંગના રનૌતને તેની આગામી ફિલ્મ પંગા નાં પ્રમોશન ઇવેન્ટ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે નિર્ભયાનાં દોષીઓને ફાંસી મોડી આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આવા લોકોને દરેકની […]

Top Stories India
Kangana ranaut indira jai singh નિર્ભયા કેસ/ કંગનાનું ઈન્દિરા જયસિંહ પર વિવાદિત નિવેદન, કહ્યુ- આવી મહિલાઓનાં ગર્ભમાંથી જન્મે છે દુષ્કર્મીઓ

બોલિવૂડમાં પોતાની બેબાક નિવેદન આપવા માટે પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌતે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષીઓને ફાંસીમાં મોડા થતા નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે કંગના રનૌતને તેની આગામી ફિલ્મ પંગા નાં પ્રમોશન ઇવેન્ટ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે નિર્ભયાનાં દોષીઓને ફાંસી મોડી આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આવા લોકોને દરેકની સામે ફાંસી આપવી જોઇએ, જેથી લોકો સામૂહિક દુષ્કર્મ જેવી ઘૃણાસ્પદ કૃત્ય કરતા પહેલાં સો વખત વિચાર કરે. કંગના અહીં આટલુ કહીને રોકાઈ નહીં, તેમણે જાણીતા વકીલ ઇન્દિરા જયસિંહને પણ નિશાન બનાવ્યું અને કહ્યું કે આવી મહિલાઓનાં ગર્ભમાંથી જ દુષ્કર્મીઓ જન્મ લેતા હોય છે.

કંગનાએ કહ્યું કે, નિર્ભયાનાં ગુનેગારોને વહેલી તકે ફાંસી આપવી જોઇએ. આવા લોકોને દરેકની સામે ફાંસી આપવી જોઈએ. આ કરીને, લોકોનાં મનમાં ભય પેદા થવો જરૂરી છે, તેમને સામૂહિક દુષ્કર્મ શું છે તે ખબર પડવી જોઈએ. આવુ કરવાથી લોકો આવી ઘૃણાસ્પદ ક્રિયા કરતા પહેલા સો વાર વિચારશે. કંગનાએ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અંગેનાં પ્રશ્નનાં જવાબમાં કહ્યું હતું કે તેમાંથી એક સગીર છે. કંગનાએ કહ્યું કે જે લોકો દુષ્કર્મ કરે છે અને દુષ્કર્મ કરવામાં સક્ષમ છે તેને કેવી રીતે સગીર કહી શકાય. કંગનાએ કહ્યું કે, જે વ્યક્તિ રિપ્રડ્યૂસ કરવામાં સક્ષમ છે, જે દુષ્કર્મ કરવામાં સક્ષમ છે, તે માઇનોર નથી. આટલું જ નહીં, કંગનાએ વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ પર પણ નિશાન સાધ્યુ હતું. નિર્ભયાની માતાને આપેલી ઇન્દિરા જયસિંહની સલાહથી કંગનાનો રોષ ફાટી નીકળ્યો. કંગનાએ કહ્યું કે ઈન્દિરા જયસિંહ જેવી મહિલાઓનાં ગર્ભાશયમાંથી જ આવા દુષ્કર્મીઓ જન્મ લેતા હોય છે. તેમણે કહ્યું કે, આવી મહિલાઓને 4 દિવસ સુધી દુષ્કર્મીઓ સાથે જેલમાં રાખવી જોઈએ.

આપને જણાવી દઈએ કે, નિર્ભયા સામૂહિત દુષ્કર્મ કેસમાં ડેથ વોરંટ ઇશ્યુ થયા પછી વરિષ્ઠ એડવોકેટ ઈન્દિરા જયસિંગે નિર્ભયાની માતા આશા દેવીને અપીલ કરી હતી કે, તેમણે સોનિયા ગાંધીની જેમ દોષીઓને માફ કરી દેવા જોઈએ. તેમના નિવેદન પર નિર્ભયાની માતા ગુસ્સે થયા હતા. ઈન્દિરા જયસિંગનાં નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં નિર્ભયાની માતાએ આરોપ લગાવ્યો કે આવા લોકો દુષ્કર્મીઓનું સમર્થન કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે જેથી પીડિતોને ન્યાય ન મળે. આ સાથે જ લોકોએ ઈન્દિરાનાં નિવેદનની પણ ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા દુષ્કર્મ કેસમાં ચારેય દોષીઓને ફાંસીની સજા સંભળાવી હતી. 1 ફેબ્રુઆરીનાં રોજ સવારે 6 વાગ્યે ચારેય દોષીઓને ફાંસી આપવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.