Not Set/ લોકસભા ચૂંટણી 2019: ગુજરાતમાં જ્ઞાતિવાદના સમીકરણો પર ખેલાશે ચૂંટણી જંગ

અમદાવાદ, લોકસભાની ચૂંટણીના પડઘમ સમગ્ર દેશમાં વાગી રહ્યા છે અને આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો જીત હાંસલ કરવા માટે કમર કસી રહ્યા છે. ઉમેદવારોની પસંદગીમાં પણ આ વખતે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધી અનિર્ણાયક્તાનો માહોલ જોવા મળ્યો હતો જેની પાછળ નિશ્વિત રીતે જૂથવાદ કે જ્ઞાતિ આધારિત ગણિત કામ કરી રહ્યું હોય […]

Top Stories Politics
pjimage 3 લોકસભા ચૂંટણી 2019: ગુજરાતમાં જ્ઞાતિવાદના સમીકરણો પર ખેલાશે ચૂંટણી જંગ

અમદાવાદ,

લોકસભાની ચૂંટણીના પડઘમ સમગ્ર દેશમાં વાગી રહ્યા છે અને આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો જીત હાંસલ કરવા માટે કમર કસી રહ્યા છે. ઉમેદવારોની પસંદગીમાં પણ આ વખતે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધી અનિર્ણાયક્તાનો માહોલ જોવા મળ્યો હતો જેની પાછળ નિશ્વિત રીતે જૂથવાદ કે જ્ઞાતિ આધારિત ગણિત કામ કરી રહ્યું હોય તેવું સમગ્રત રીતે લાગી રહ્યું છે.

આ વખતની ચૂંટણીમાં ગુજરાત રાજ્ય વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણી જ્ઞાતિવાદના સમીકરણ પર લડાશે તેવું ચોક્કસ કહી શકાય. હિન્દુત્વની વિચારધારાની સાથોસાથ જ્ઞાતિવાદનું સમીકરણ ગુજરાતની લોકસભા બેઠકો પર જીતનું ચિત્ર સ્પષ્ટ કરશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

ગુજરાતમાં જીત માટે આ વખતે ઓબીસી-પાટીદાર-ટ્રાઇબલ મોડલ અર્થાત્ ઓપીટી મોડલ મહત્વનું મનાઇ રહ્યું છે. બીજેપી અને ક્રોંગેસ બન્ને પક્ષો જ્ઞાતિવાદનું મોડલ અપનાવીને મહત્તમ રાજકીય લાભ હાંસલ કરવા અને બન્ને પક્ષમાં એકબીજાથી આગળ નીકળવાની હોડ જામી છે. અગાઉની ચૂંટણીમાં પણ આ જ મોડલ કારગત નિવડ્યું હોવાના પુરાવા છે જો કે 2019 મા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની સૂચિ પર નજર કરતા જીત હાંસલ કરવા માટે ઓપીટી મોડેલ જરૂરિયાત બની ગયું હોય તેવુ ચોક્કસ લાગી રહ્યું છે.

ગુજરાતમાં OPT મોડલનું અમલીકરણ

ભાજપ અને કોંગ્રેસે જ્યારે હવે આ મોડેલને અપનાવ્યું છે ત્યારે તેઓએ અમલીકરણથી મોડેલને સફળ બનાવવા સુધી સખત મહેનત કરવી પડશે. 1980 ના દાયકાની વાત કરીએ તો માધવ સિંહ સોંલકીના નેતૃત્વમાં કોંગ્રેસે ગુજરાતમાં KHAM (ક્ષત્રિય,હરિજન,આદિવાસી,મુસ્લિમ) મોડેલ અપનાવ્યું હતું અને તેના ફળસ્વરૂપે તેઓ એક દાયકા સુધી સત્તા પર ટકી રહેવામાં સફળ રહ્યા હતા. જો કે તેને કારણે સમાજનું વિઘટન થયું હતું.

ઓબીસી-પાટીદારોને રિઝવવા બન્ને પક્ષો મેદાનમાં

લોકસભા ચૂંટણી 2019 મા ઓટીપી અર્થાત્ ભાજપ પાસે પહેલા જે ઓબીસી આધાર ના હતો તેઓ તેને આ વખતે લક્ષ્ય બનાવી રહી છે. ગુજરાતમાં જ્ઞાતિવાદ વિશે વાત કરીએ તો ઓબીસી અને પટેલ પરંપરાગત રીતે એકબીજાથી વિરુદ્વ રહ્યા છે અન કોંગ્રેસના ખામમાં પટેલ વર્ગનો સમાવેશ નહોતો. તે જ રીતે બીજેપી પાસે પણ અનુસૂચિત જનજાતિના મતદારો નહોતા.

નવી વિચારધારા બનશે મહત્વપૂર્ણ

બીજેપીનું મુખ્ય વિચારધારા પણ હિન્દુત્વથી પ્રભાવિત હોવાથી ગુજરાતમાં પણ તેનો અમલ કરતા ભાજપે ઓબીસી અને આદિવાસીઓને તેના મુખ્ય મતદારોમાં સમાવિષ્ટ કર્યા છે તો તેની પ્રતિસ્પર્ધી કોંગ્રેસે પણ ખામને નેવે મુકીને પાટીદારોને સન્માનજનક સ્થાન આપીને તેને પોતાના પક્ષમાં કરવાની રણનીતિ અપનાવી છે.

બન્ને પક્ષની અલગ રણનીતિ

ભાજપે જો કે મતદારોની ભાવનાઓને ઠેંસ પહોંચાડ્યા વગર નવી જનજાતિઓને એકરૂપ કરવા માટે ચોક્કસ વ્યૂહથી કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસેની રણનીતિમાં ચૂકને કારણે પટેલોને રીઝવવાના ચક્કરમાં ક્ષત્રિય જ્ઞાતિને નુકસાન પહોંચાડ્યું અને મુસ્લિમોની ભાવનાઓને પણ ઠેંસ પહોંચાડી છે.