Not Set/ ગુજરાત માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, યાદીમાં કેબિનેટ મંત્રીઓ અને અભિનેતાઓનો સમાવેશ

અમદાવાદ, લોકસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાની સાથે સાથે ભાજપે ગુજરાત માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી પણ તૈયાર કરી લીધી છે. ભાજપે તેના પ્રચારકાર્ય માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. અમિત શાહ આજે અને નરેન્દ્ર મોદી 10 એપ્રિલે પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય નેતાઓ પણ પ્રચાર માટે આગામી દિવસોમાં ગુજરાત […]

Ahmedabad Top Stories Gujarat
BJP Star Pracharako ગુજરાત માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, યાદીમાં કેબિનેટ મંત્રીઓ અને અભિનેતાઓનો સમાવેશ

અમદાવાદ,

લોકસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાની સાથે સાથે ભાજપે ગુજરાત માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી પણ તૈયાર કરી લીધી છે. ભાજપે તેના પ્રચારકાર્ય માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. અમિત શાહ આજે અને નરેન્દ્ર મોદી 10 એપ્રિલે પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય નેતાઓ પણ પ્રચાર માટે આગામી દિવસોમાં ગુજરાત આવશે ભાજપના 40 સ્ટાર પ્રચારકોમાં દેવેન્દ્ર ફડણવીસ, યોગી આદિત્યનાથ અને વિજય રુપાણી એમ ત્રણ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે. બે પૂર્વ મુખ્યમંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ અને વસુંધરારાજે સિંધિયાનો પણ ઉમેરો કરાયો છે. ગુજરાતના 17 સ્થાનિક નેતાઓનો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરાયો છે. અમદાવાદના પૂર્વ સાંસદ અને ફિલ્મ કલાકાર પરેશ રાવલ, પૂર્વ અમદાવાદની બેઠક પર જેમનુ નામ ઉમેદવાર તરીકે ચર્ચામાં હતુ તે ફિલ્મ કલાકાર મનોજ જોષી તેમજ નરેન્દ્ર મોદીની બાયોપીકથી ચર્ચામાં આવનાર વિવેક ઓબેરોય પણ ભાજપનો પ્રચાર કરશે.

સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ નામ