Gujarat/ વિધાનસભાનું અંદાજપત્ર સત્ર કાલે એટલે કે 1 માર્ચથી થશે શરૂ

કોર્પોરેશન-પંચાયત અને પાલિકાની ચૂંટણી બાદ તુરંત જ 1 માર્ચથી ગુજરાતવિધાનસભાના અંદાજપત્ર સત્રનો પ્રારંભ થશે.

Gujarat Others
Mantavya 51 વિધાનસભાનું અંદાજપત્ર સત્ર કાલે એટલે કે 1 માર્ચથી થશે શરૂ

કોર્પોરેશન-પંચાયત અને પાલિકાની ચૂંટણી બાદ તુરંત જ 1 માર્ચથી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો પ્રારંભ થશે. નાણાં વિભાગની જવાબદારી સંભાળી રહેલાં અને ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ તેમનું નવમું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે.

Ahmedabad: ફાર્મા કંપનીમાં ભાગીદારે ખોટા બીલો બનાવી છેતરપીંડી કરતા ફરિયાદ, તબીબ ન હોય તેવા તબીબોના નામે બનાવ્યા બીલો

ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર તારીખ 1-માર્ચ-થી શરૂ થશે. રાજ્યપાલ દેવવ્રત આચાર્યના ગૃહને ઉદબોધન સાથે વિધાનસભાના અંદાજપત્ર સત્રનો પ્રારંભ થશે. રાજ્યપાલના ગૃહને ઉદબોધનમાં ગુજરાતસરકારની સિદ્ધિ અને કેન્દ્રના સહયોગથી રાજ્યમાં અમલી બનેલી પ્રજાકીય યોજનાનો ઉલ્લેખ થવાની શક્યતા છે. દરમિયાન વિપક્ષની ભૂમિકા પર સૌની નજર રહેશે..રાજ્યપાલના પ્રવચન બાદ સદગત પૂર્વ મુખ્મંત્રી માધવસિંહ સોલંકી અને કેશુભાઇ પટેલ ઉપરાંત રાજ્યસભાના સભ્ય સુંદરસિંહ ચૌહાણ અને પર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા સહિતના મહાનુંભાવોને આદરાંજલિ અંગેના શોકદર્શક પ્રસ્તાવ ગૃહમાં પસાર કરવામાં આવશે. સદગતના શોકદર્શક પ્રસ્તાવ બાદ પ્રથમ દિવસની ગૃહની કાર્યવાહી મુલતવી રહેશે. ત્યારબાદ 2- માર્ચે પાલિકા-પંચાયતના પરિણામના પગલે વિધાનસભાની બેઠક યોજાશે નહીં. જ્યારે 3 માર્ચે નાણાં વિભાગની મહત્વની જવાબદારી સંભાળી રહેલાં નાયબમુખ્યપ્રધાન નિતીન  પટેલ ગૃહમાં વર્ષ-2020-21 માટે તેઓનું નવમું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. ગુજરાતમાં સૌ-પ્રથમ વાર પેપરલેસ અને મોબાઇલ એપના માધ્યમથી રજૂ કરવામાં આવશે.

Dahod: ગુજરાતમાં યુપી બિહારવાળી, અહીં થયું બુથ કેપ્ચરીંગ

કેન્દ્ર અને ગુજરાતમાં હાલ ભાજપની સરકાર છે. વિપક્ષ કોંગ્રેસનો સતત સફાયો થતો રહ્યો છે. છતાં કોંગ્રેસ ગૃહમાં શાસકપક્ષને ભીંસમાં લેવાની રણનીતિ અપનાવે એવી શક્યતા છે. મહદઅંશે કૃષિ, શિક્ષણ અને બેરોજગાર સહિતના અનેકવિધ મુદ્દે સરકાર પર પસ્તાળ પાડશે. રાજ્યસરકાર તરફથી બજેટસત્રમાં લવજેહાદ સહિતના વિધેયક ગૃહમાં રજૂ કરી શકે છે. એકંદરે 1-એપ્રિલ સુધી યોજાનારા વિધાનસભા અંદાજપત્ર સત્રમાં 24 બેઠકો યોજાશે. જેમાં ત્રણ દિવસ માટે 2-2- બેઠકોનું આયોજન થયું છે. ત્યારે 24 દિવસ સુધી યોજાનારા વિધાનસભાસત્રનો ગુજરાતની પ્રજાને સીધો શું ફાયદો થશે..તે જોવું રહ્યું.વિધાનસભાના અંદાજપત્ર સત્ર દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કડક પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોવિડ-2019નું પાલન કરાવીને શાસક-વિપક્ષના સભ્યો , વિધાનસભાના ઉચ્ચઅધિકારી – સચિવાલયના ઉચ્ચઅધિકારીઓ –કર્મચારીઓ અને મિડિયા સહિત તમામ માટે કોરોના રિપોર્ટ આરટી-પીસીઆર- રિપોર્ટ ફરજીયાત કરાવવા ઉપરાંત નેગેટીવ રિપોર્ટ ધરાવનારાને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ