Ahmedabad/ દિવાળીમાં ઘરની બહાર નીકળતા પહેલા થઇ જાવ સાવધાન, મેમોનાં દંડની રકમ વસુલવા પોલીસનો છે આ પ્લાન

કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં તહેવારોની રોનક જામી છે. સરકાર દ્વારા તો આ તહેવારો માટે ગાઈડલાઈન્સ બહાર પડાઈ છે અને લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે, પરંતુ જો તમે દિવાળીના તહેવારોમાં ઘરની બહાર નીકળવા માંગો છો, તો તમારે સાવધાન થવાની જરૂરત છે. આ તહેવારોની સિઝનમાં જોઈએ તો, કોરોનાના પોલીસ વિભાગ દ્વારા માસ્ક ન […]

Ahmedabad Gujarat
aa 3 દિવાળીમાં ઘરની બહાર નીકળતા પહેલા થઇ જાવ સાવધાન, મેમોનાં દંડની રકમ વસુલવા પોલીસનો છે આ પ્લાન

કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં તહેવારોની રોનક જામી છે. સરકાર દ્વારા તો આ તહેવારો માટે ગાઈડલાઈન્સ બહાર પડાઈ છે અને લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે, પરંતુ જો તમે દિવાળીના તહેવારોમાં ઘરની બહાર નીકળવા માંગો છો, તો તમારે સાવધાન થવાની જરૂરત છે.

આ તહેવારોની સિઝનમાં જોઈએ તો, કોરોનાના પોલીસ વિભાગ દ્વારા માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવે છે. તો બીજી બાજુ રાજ્યના શહેરોની જનતાને માથે દિવાળી પહેલાં જ ટ્રાફિક પોલીસનું 1.10 અબજનું દેણું છે, જેમાં જે લોકો દ્વારા દંડની રકમ ભરાઈ નથી, તેમની સામે દિવાળી ટાણે જ પોલીસે ઉઘરાણી શરૂ કરી દીધી છે.

gujarat: કોરોનાના કહેર વચ્ચે CM રૂપાણીની કોલર ટયૂનથી કોંગ્રેસ પરેશાન, ચૂંટણી પંચમાં કરી …

એક રીપોર્ટ મુજબ, ટ્રાફિક પોલીસે જૂની ઉઘરાણીની શરૂઆત છ મહિનાથી કરી દીધી છે. છ મહિના પહેલાં કુલ 59 લાખ મેમાની વસૂલાત બાકી હતી તેમાંથી અંદાજે 18 લાખ જુના મેમાના કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યાં છે.

સુરત: નારાયણ સાંઇએ ફરી લખણ ઝળકાવ્યા, જેલની બેરેકમાંથી મોબાઇલ મળ્યો, બીજા કેદીને અપાવી …

તેમ છતાં, 40 લાખથી થોડા વધુ મેમા પેટે 1.10 અબજ એટલે કે 110 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાની હજુ બાકી છે. જેથી નજીકના દિવસોમાં ટ્રાફિક પોલીસ તમને રોકીને અગાઉના જૂના મેમાની રકમ માંગે તો કંઇ નવાઇ નહીં. આ માટે સરકાર દ્વારા પણ હાલમાં ટ્રાફિક મેમોની જૂની વસૂલાત કરવા તમામ ટ્રાફિક પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.