કેસર કેરી/ વિષમ વાતાવરણના લીધે આ વર્ષે પણ કેસર કેરી મોડી આવશે

આ વર્ષે પણ કેસર કેરીના (Kesar Mango) ચાહકો માટે માઠા સમાચાર છે. વાતાવરણની વિષમતના લીધે આંબા પર મોર ખૂબ મોડા આવતા કેસર કેરીનું આગમન મોડું થાય તેમ મનાય છે. મંગીયો બંધાવાના સમયે હજી તો મોર ફૂટી રહ્યા છે. આમ આંબા પર કેસરના મોર આવવાનું મોડું શરૂ થયું છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 02 28T121657.134 વિષમ વાતાવરણના લીધે આ વર્ષે પણ કેસર કેરી મોડી આવશે

રાજકોટઃ આ વર્ષે પણ કેસર કેરીના (Kesar Mango) ચાહકો માટે માઠા સમાચાર છે. વાતાવરણની વિષમતના લીધે આંબા પર મોર ખૂબ મોડા આવતા કેસર કેરીનું આગમન મોડું થાય તેમ મનાય છે. મંગીયો બંધાવાના સમયે હજી તો મોર ફૂટી રહ્યા છે. આમ આંબા પર કેસરના મોર આવવાનું મોડું શરૂ થયું છે.

સામાન્ય રીતે ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબા પર ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતા હોય છે. પણ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણના લીધે આંબા પર મોર મોડા આવ્યા છે. તેના લીધે કેસર કેરી પકવતા બાગાયતી ખેડૂતો અને ઇજારાદાર સતત ચિંતિત છે.

હાલમાં આંબા પર સમયસર મોર ન આવવાનું કારણ અવિરત જારી રહેલું માવઠું છે. શિયાળો હોવા છતાં પણ કેસરના પાકને અનુકૂળ ઠંડી મળી રહી નથી. વાતાવરણમાં હજી ગરમી છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં કેસર કેરી બજારમાં આવી જતી હોય છે, પણ આ વખતે મોર આવવાના લીધે કેસર કેરી એપ્રિલમાં આવે તેવી સંભાવના છે. હવે જો તેમા પણ માવઠું નડ્યુ તો કેસર કેરીમાં બગાડ થશે. ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે છેલ્લા પાંચેક વર્ષથી કેસરનું ઉત્પાદન ઉત્તરોતર ઘટી રહ્યું છે.

વર્તમાન સમયમાં આંબા પર સમયસર ફલાવરિંગ ન આવવાનું કારણ માવઠું છે. શિયાળો હોવા છતાં કેસરના પાકને અનુકૂળ ઠંડી મળી નથી. વાતાવરણમાં હજુ ગરમી દેખાય રહી છે. જેને પગલે મોટેભાગે માર્ચ મહિનામાં કેરી બજારમાં આવી જતી હોય છે. જે આ વખતે એપ્રિલમાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે અને જો વરસાદ વહેલો આવી જાય તો કેસર કેરીમાં બગાડ વધી જશે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા પાંચેક વર્ષથી કેસરના ઉત્પાદનમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે.

વિપરીત વાતાવરણના લીધે આંબામાં મોર સારો આવ્યો તોય ખરવા લાગ્યો છે. આમ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ રહ્યો છે. આના લીધે કેટલાય ખેડૂતોએ તો કેસરનો પાક લેતા પહેલા જ માથે ઓઢીને રોડવાનો વારો આવી શકે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ