Not Set/ આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનિત થયા પછી, બદહાલ પાકિસ્તાનની શરતી દ્વિપક્ષીય વાર્તાલાપ માટે પહેલ

આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનિત થયા પછી પણ પાકિસ્તાનની અકડ નથી જતી. કુરેશી કહે છે કે, પાકિસ્તાન ભારત સાથે શરતી દ્વિપક્ષીય વાટાઘાટો કરવા તૈયાર છે. જમ્મુ-કાશ્મીર અંગે લીધેલા નિર્ણય બાદથી પાકિસ્તાન રઘવાયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનિત થયા પછી પણ પાકિસ્તાનની અક્ડ ઓછી થવાનું નામ નથી લેતી. હવે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીનું કહેવું છે કે, પાકિસ્તાન […]

Top Stories World
shah mo qureshi આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનિત થયા પછી, બદહાલ પાકિસ્તાનની શરતી દ્વિપક્ષીય વાર્તાલાપ માટે પહેલ
  • આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનિત થયા પછી પણ પાકિસ્તાનની અકડ નથી જતી.
  • કુરેશી કહે છે કે, પાકિસ્તાન ભારત સાથે શરતી દ્વિપક્ષીય વાટાઘાટો કરવા તૈયાર છે.
  • જમ્મુ-કાશ્મીર અંગે લીધેલા નિર્ણય બાદથી પાકિસ્તાન રઘવાયું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનિત થયા પછી પણ પાકિસ્તાનની અક્ડ ઓછી થવાનું નામ નથી લેતી. હવે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીનું કહેવું છે કે, પાકિસ્તાન ભારત સાથે શરતી દ્વિપક્ષીય વાટાઘાટો કરવા તૈયાર છે. આ વાત પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી છે.

આ પહેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે દેશને સંબોધન કરતા કહ્યું હતું કે, જો બે પરમાણુ સંચાલિત દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો સમગ્ર વિશ્વને તેનું નુકસાન ભોગવવું પડશે. તેમણે ભારતને ધમકી આપી હતી કે જો ભારતીય સૈન્ય પીઓકે પર કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરશે તો  તેમની સેના પણ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

5 ઓગસ્ટના રોજ ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ37૦ ની બે અને ત્રણ કલમો રદ કરી. વળી, રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારથી પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. જોકે ભારતે તેમને ઘણી વાર કહ્યું છે કે આ તેમનો આંતરિક મામલો છે.

વળી, પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ કરવા સંયુક્ત રાષ્ટ્ર પાસે પણ ગયું હતું.  પરંતુ બધે તેમને ભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરીને મામલો શાંત કરવા  કહેવામાં આવી રહ્યું છે.

https://twitter.com/ANI/status/1167695538063413248

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.