Not Set/ IPL 2019: મેચ 16 – સનરાઇઝર્સ હૈદરાબાદની દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે જીત

આઇપીએલની સીઝન 12 ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં ત્રીજી મેચ જીતી હતી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 129 રન કર્યા હતા. રનચેઝ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 131 રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જોન બેરિસ્ટોએ શાનદાર શરૂઆત અપાવતા 28 બોલમાં 48 રન કર્યા હતા. તે મેન […]

Uncategorized
SRH WON IPL 2019: મેચ 16 - સનરાઇઝર્સ હૈદરાબાદની દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે જીત

આઇપીએલની સીઝન 12 ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં ત્રીજી મેચ જીતી હતી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 129 રન કર્યા હતા. રનચેઝ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 131 રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જોન બેરિસ્ટોએ શાનદાર શરૂઆત અપાવતા 28 બોલમાં 48 રન કર્યા હતા. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. જો કે તેના બાદ અન્ય ખેલાડીઓ નિયમિત અંતરે આઉટ થતા રહ્યા હતા પરંતુ સ્કોર ઓછો હોવાથી હૈદરાબાદે સરળતાથી મેચ જીતી હતી.

130 રનના લક્ષ્યાંકના જવાબમાં ઉતરેલી હૈદરાબાદની ટીમમાં બેરિસ્ટોની 48 રનની શાનદાર ઇનિંગ સિવાય કોઇપણ બેટ્સમેન પીચ પર વધુ સમય સુધી ટકી શક્યો ના હતો. ડેવિડ વોર્નરે માત્ર 10 રન જ્યારે વિજય શંકરે 21 બોલમાં 16, મનિષ પાંડે (10), દિપક હૂડા (10) રન બનાવીને આઉટ થયા હતા. જો કે સ્કોરબોર્ડ પર દબાણ ના હોવાને કારણે હૈદરાબાદની જીત થઇ હતી.

બેરિસ્ટો મેન ઓફ ધ મેચ

દિલ્હીના 129 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમના ઓપનર જોન બેરિસ્ટોને ટીમને શાનદાર શરૂઆત અપાવતા 28 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે  171.43ની સ્ટ્રાઇક રેટ પર  48 રન કર્યા હતા.

દિલ્હીએ પ્રથમ દાવમાં 129 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 129 રન કર્યા છે. દિલ્હી ઇનિંગ્સ દરમિયાન નિયમિત વિકેટ ગુમાવતું રહ્યું હતું. તેમના માટે શ્રેયસ ઐયરે સર્વાધિક 43 રન કર્યા હતા અને અક્ષર પટેલે 13 બોલમાં 23* રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક પણ વટાવી શક્યું ન હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નાબી અને સિદ્ધાર્થ કોલે 2-2 લીધી હતી જયારે રાશિદ ખાનઅને સંદીપ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

દિલ્હીની ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), કોલીન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ, સંદીપ લામીચાને, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા

હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો(વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, મોહમ્મદ નાબી, યુસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર (કેપ્ટ્ન), દિપક હુડા, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કોલ