Not Set/ સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તાની ફિલ્મ શીર-કોરમાનું ફ્સર્ટ પોસ્ટર રીલીઝ

મુંબઈ, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા અભિનીત ફિલ્મ શીર-કોરમાનું પહેલું પોસ્ટર બહાર આવ્યું છે. લેસ્બિયન લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ શીર-કોરમાનું પહેલા પોસ્ટરમાં સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા હિજાબ પહેરેલા જોવા મળે છે. બંનેએ એકબીજાના હાથને ખૂબ જ જોરથી પકડ્યા છે. બંને અભિનેત્રીઓના હાથમાં મહેંદી છે અને માથા પર બાંધેલું હિજાબ, પોસ્ટરની સૌથી હાઇલાઇટિંગ […]

Uncategorized
aaaaaaaaaaaaaaa 18 સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તાની ફિલ્મ શીર-કોરમાનું ફ્સર્ટ પોસ્ટર રીલીઝ

મુંબઈ,

અભિનેત્રી સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા અભિનીત ફિલ્મ શીર-કોરમાનું પહેલું પોસ્ટર બહાર આવ્યું છે. લેસ્બિયન લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ શીર-કોરમાનું પહેલા પોસ્ટરમાં સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા હિજાબ પહેરેલા જોવા મળે છે. બંનેએ એકબીજાના હાથને ખૂબ જ જોરથી પકડ્યા છે. બંને અભિનેત્રીઓના હાથમાં મહેંદી છે અને માથા પર બાંધેલું હિજાબ, પોસ્ટરની સૌથી હાઇલાઇટિંગ ફીચર છે.

સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મનું પોસ્ટર જોઇને આ ફિલ્મ અંગે ઉત્તેજના ઘણી વધી ગઈ છે. ફરાજ આરીફ અન્સારી નિર્દેશિત આ ફિલ્મમાં શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Instagram will load in the frontend.

જાણોઓ શું છે ફિલ્મમી સ્ટોરી?

શીર-કોરમા ફિલ્મ એક મહિલાની વાર્તા છે, જેમાં તે તેના પરિવારથી જોડાણ, ઓળખ અને સ્વીકૃતિની ભાવના શોધી રહી છે. કાસ્ટ અને ફિલ્મ વિશે વાત કરતા ફિલ્મના ડિરેક્ટર ફરાજે કહ્યું હતું કે, “દિવ્યા અને સ્વરા એ ઇન્ડસ્ટ્રીમાં બે સ્થાપિત નામ છે અને એલજીબીટીક્યુ અને આ સમુદાયના મજબૂત સાથી છે. આ ભૂમિકા માટે તેમને પસંદ કરવાનું મારા માટે એક સરળ નિર્ણય હતો. ખરેખર, જ્યારે મેં ફિલ્મ લખવાનું શરૂ કર્યું, ત્યારે દિવ્યા પહેલાથી જ મારા મગજમાં મારા પાત્રની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. ”

આ ફિલ્મમાં સ્વરા અને દિવ્યા સિવાય વરિષ્ઠ અભિનેત્રી સુરેખા સિકરી પણ જોવા મળશે. ફિલ્મની રિલીઝ તારીખ હજી જાહેર થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.