Not Set/ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ્સ એને 36 રને વિજય, ભારતની સતત 17 મી જીત

મુંબઇઃ વાનખેડે સ્ટેડિય ખાતે રમાયેલી ભારત ઇંગ્લન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારતે એક ઇનિગ્સ અને 36 રને વિજય મેળવ્યો હતો. પાંચમાં દિવસે આર. અશ્વિને બોલિંગમાં તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી. અશ્વિને એક ટેસ્ટ મેચમાં ટોટલ 12 વિકેટ ઝડપી હતી. તો રવિંદ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડી ટીમ બીજી ઇંનિંગ્સમાં 195 રનમાં […]

Uncategorized

મુંબઇઃ વાનખેડે સ્ટેડિય ખાતે રમાયેલી ભારત ઇંગ્લન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારતે એક ઇનિગ્સ અને 36 રને વિજય મેળવ્યો હતો. પાંચમાં દિવસે આર. અશ્વિને બોલિંગમાં તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી. અશ્વિને એક ટેસ્ટ મેચમાં ટોટલ 12 વિકેટ ઝડપી હતી. તો રવિંદ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડી ટીમ બીજી ઇંનિંગ્સમાં 195 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. વિરાટ કોલીને 235 રન ફટકારવ બદલ મન ઓફ ધી મેચ આપવામાં આવ્યો હતો.  5 ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત 3-0 થી આગળ ચાલી રહી છે.

ચોથા દિવસે ભારતે વિરાટ કોહલીની બેવડી સદી (235) અને જયંત યાદવના (104) રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે 631 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. જેમા ભારતને 221 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં બેટીંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ પત્તાના મહેલની જેમ ખડી પડી હતી. ઇંગ્લેન્ડ તરફથી કેટૉન જેનિંગ્સે સદી અને મોઇન અલી અને જોસ બટલરે અડધી સદી ફટકારી હતી.

ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારીને નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. જેમા એક જ વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. એક વર્ષમાં ત્રમ બેવડી સદી ફટકારનારો વિરાટ પહેલા ભારતીય બન્યો છે.

વિરાટ કોહલી અને જયંત યાદવ વચ્ચે આઠમી વિકેટ માટે રેકોર્ડ 241 રનની ભાગીદારી નોધાઇ હતી.જયંત યાદવે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. જયંત 104 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેને 15 ફોર ફટકારી હતી.