Not Set/ નોટબંધી દેશનું સૌથી મોટું કૌભાંડ, નોટબંધી ગરીબો પર હૂમલા સમાનઃ પી. ચિદમ્બરમ

નવી દિલ્હીઃ નોટબંધી લઇને લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકને કલાકો સુધી બેંકો અને ATM ની લાઇનોમાં ઉભા રહેવા છતા પૈસા નથી મળતા. ત્યારે કૉગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બમે મોદી સરકાર પર નોટબંધીને લઇને પ્રહાર કર્યો છે. ચિંદમ્બરમે 500 ની નોટ બંધ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, આ સૌથી […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબંધી લઇને લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકને કલાકો સુધી બેંકો અને ATM ની લાઇનોમાં ઉભા રહેવા છતા પૈસા નથી મળતા. ત્યારે કૉગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બમે મોદી સરકાર પર નોટબંધીને લઇને પ્રહાર કર્યો છે. ચિંદમ્બરમે 500 ની નોટ બંધ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, આ સૌથી મોટો ગોટાળો છે. તેની તપાસ થવી જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે, આ પગલુ વગર વિચારે ઉઠાવવામાં આવલું છે. 50 દિવસ બાદ પણ હાલાત નહી સુધરે. બેંકોની લાઇનમાં ઉભા રહીને 91 લોકોના મોત થઇ ચુક્યા છે. લોકોને લાઇનમાં ઉભા રહીને ફક્ત 2500 રૂપિયા જ મળી રહ્યા છે. સરકાર ખેડુતોને સજા આપી રહી છે. ગામડાઓના બજાર અને યાર્ડ ઘણા સમયથી બંધ છે.

નોટબંધી ગરીબો પર હુમલા સમાન છે. હાલાત કેવી રીતે સુધશે. મહિનામાં 300 કરોડથી વધુ રમક નથી છપાતી.

ચિદમ્બરમે સવાલ કર્યો હતો કે, શું નોટબંધી બાદ ભ્રષ્ટાચાર દૂર થઇ ગયો છે.? જે ફક્ત ભ્રમ છે. સરકાર એવું દેખાડી રહી છે કે, અમિરો મુશ્કેલી અનુભવી રહ્યા છે જ્યારે હકિકતમાં ગરીબો તેનો ભોગ બની રહ્યા છે. લોકો પોતાના રૂપિયા જ બેંકમાંથી ઉપાડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.