Not Set/ ભ્રષ્ટાચાર દૂર કરવો અમારી સરકારની પ્રાથમિક્તાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સરકાર વિરોધ પક્ષો દ્વારા ચારેય તરફથી ઘેરાયેલી છે ત્યારે વડાપ્રધાને સિસ્ટમમાંથી ભ્રષ્ટારને દૂર કરવાની વાત કરી છે. એશિયન બિઝનેસ લિડર્સ કોન્કલેવમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સિસ્ટમમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાની અમારી પ્રાથમિક્તા છે. મોદીએ કહ્યું કે બ્લેકમની અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇ અમારી સરકારની પ્રાથમિકતા છે. મોદીએ કહ્યુ હતું કે, આપણો દેશ હવે ડિજિટલ […]

Uncategorized

નવી દિલ્હીઃ સરકાર વિરોધ પક્ષો દ્વારા ચારેય તરફથી ઘેરાયેલી છે ત્યારે વડાપ્રધાને સિસ્ટમમાંથી ભ્રષ્ટારને દૂર કરવાની વાત કરી છે. એશિયન બિઝનેસ લિડર્સ કોન્કલેવમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સિસ્ટમમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાની અમારી પ્રાથમિક્તા છે. મોદીએ કહ્યું કે બ્લેકમની અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇ અમારી સરકારની પ્રાથમિકતા છે. મોદીએ કહ્યુ હતું કે, આપણો દેશ હવે ડિજિટલ અને કેશલેસ સોસાયટી તરફ આગળ વધી રહ્યો છે.

વધુમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, અમને પુરી આશા છે કે દેશમાં 2017માં જીએસટી લાગૂ થઇ જશે. મોદીએ કહ્યું કે ભારતની ગ્લોબલ રેન્કિંગ પણ સતત સુધરી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, અમે વિદેશી રોકાણના અનેક રસ્તા ખોલ્યા છે. રોકાણ માટે અમે નિયમોને સરળ બનાવ્યા છે.

છેલ્લા અઢી વર્ષોમાં વિદેશી રોકાણ 130 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી ચૂક્યુ છે. દેશમાં સતત વિદેશી રોકાણ માટે સકારાત્મક માહોલ છે જેને દેશ અને વિદેશમાં પ્રશંસા મળી રહી છે. ભારત દુનિયાનો છઠ્ઠો મેન્યુફ્રેક્ચરિંગ દેશ બની  ગયો છે.