Not Set/ M S Dhoni એ કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ

  આઇપીએલમાં રમતા તમામ ખેલાડીઓએ યુએઈ જવા માટે જતા પહેલા બીસીસીઆઈ દ્વારા જારી કરેલા પ્રોટોકોલ હેઠળ કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન એમએસ ધોનીનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેનો રિપોર્ટ આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાંચીની ગુરુ નાનક હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે મહેન્દ્રસિંહ ધોની (એમએસ ધોની) […]

Uncategorized
c63b6b83d4531d7912d4dca8f5e3aa5f M S Dhoni એ કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
 

આઇપીએલમાં રમતા તમામ ખેલાડીઓએ યુએઈ જવા માટે જતા પહેલા બીસીસીઆઈ દ્વારા જારી કરેલા પ્રોટોકોલ હેઠળ કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન એમએસ ધોનીનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેનો રિપોર્ટ આવી ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાંચીની ગુરુ નાનક હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે મહેન્દ્રસિંહ ધોની (એમએસ ધોની) નો સેમ્પલ લેવામાં આવ્યો છે, જેમાં ધોનીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એમએસ ધોનીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે ચેન્નાઈ જઇ શકશે. આપને જણાવી દઈએ કે સીએસકે ટીમનો કેમ્પ 16 ઓગસ્ટથી ચેન્નઇમાં યોજાનાર છે. તે જ સમયે, 22 ઓગસ્ટે ચેન્નાઈ સુપર કિંગ્સનાં ખેલાડીઓ યુએઈ જવા રવાના થશે. નોંધપાત્ર વાત એ છે કે ચેન્નઈ પહોંચ્યા બાદ ફરી એકવાર ખેલાડીઓએ પોતાનો બીજો કોરોના ટેસ્ટ આપવાનો રહેશે. આ પછી, જ્યારે ટીમો યુએઈ પહોંચશે, ત્યારે બધી ટીમોનાં ખેલાડીઓ 6 દિવસ માટે હોટલમાં ક્વોરેંટાઇન્ડ રહેશે.

ધોની લગભગ દોઢ વર્ષ બાદ ક્રિકેટનાં મેદાનમાં પાછો ફરવાનો છે. આવી સ્થિતિમાં ચાહકો આતુરતાથી આઈપીએલની રાહ જોઇ રહ્યા છે. સીએસકેની ટીમે અત્યાર સુધી 3 વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે. આ વખતે ધોની અને સીએસકેનાં ચાહકો ઈચ્છશે કે ચેન્નઈ ચોથી વખત આઈપીએલનું ટાઇટલ જીતે, 2019 ની આઈપીએલમાં, સીએસકે મુંબઇ ઈન્ડિયન્સ સામે ફાઈનલમાં 1 રનથી હારી ગયુ હતુ. આપને જણાવી દઈએ કે, ધોની 2019 નાં વર્લ્ડ કપથી ક્રિકેટનાં મેદાનની બહાર છે. ધોની અત્યાર સુધી આઈપીએલમાં 17 વાર મેન ઓફ ધ મેચ જીતવામાં સફળ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.