Not Set/ પારૂલ યુનિવર્સિટીમાં ભારતીય અને અફઘાન વિદ્યાર્થી વચ્ચે મારામારી, 6 ભારતીય અને 3 અફઘાની યુવકો ઘાયલ

વડોદરાઃ સતત વિવાદમાં રહેતી પારુલ યુનિવર્સિટીમાં ભારતીય અને અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. જેમા 3 અફઘાનના યુવક અને 6 ભારતીય યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. એક ભારતીય .યુવકની સ્થિતિ ગંભીર છે. ભારતીય અને અફઘાની વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે રવિવારે રાત્રે મારામારી થઇ હતી. જેમા 9 યુવકો ઘાયલ થયા હતા. બનાવને પગલે વાઘોડીયા પોલીસ ઘટના સ્થળે પહોંચીની […]

Uncategorized
1 1486353846 પારૂલ યુનિવર્સિટીમાં ભારતીય અને અફઘાન વિદ્યાર્થી વચ્ચે મારામારી, 6 ભારતીય અને 3 અફઘાની યુવકો ઘાયલ

વડોદરાઃ સતત વિવાદમાં રહેતી પારુલ યુનિવર્સિટીમાં ભારતીય અને અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. જેમા 3 અફઘાનના યુવક અને 6 ભારતીય યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. એક ભારતીય .યુવકની સ્થિતિ ગંભીર છે.

ભારતીય અને અફઘાની વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે રવિવારે રાત્રે મારામારી થઇ હતી. જેમા 9 યુવકો ઘાયલ થયા હતા. બનાવને પગલે વાઘોડીયા પોલીસ ઘટના સ્થળે પહોંચીની સમગ્ર કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી.

ઘાયલોમાં અફધાન વિદ્યાર્થીઓમાં વહાદત મોહંમદ નકીબુલ્લાહ અકઝાઈ, રસીદમોહંમદ હુસેન આમીર યમરાક, ઉમેદ શેકબ છે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ રવિ જોષી, સુભમ બોરાટ, પાર્થ બોરાટ, હેમાંગ ભાવસાર, હિતેશ પટેલ અને આદર્શ મિશ્રા છે.

પારૂલ યુનિવર્સીટી ખાતે રવિવારે રાત્રે થયેલી માર મારી બાદ ઇજાગ્રસ્ત યુવાનોની સારવાર માટે આવેલા ઓર્થાપેડિક ડોકટરને પણ જવા દેવામાં આવ્યા નહોતા. આખરે પંદર મીનીટની રઝળપાટ બાદ ઇમરજન્સી કેસ માટે આવેલા ડોકટર માટે હોસ્પિટલના દરવાજા રાત્રે 12:25 વાગે ખાલવામાં આવ્યા હતા.