ફિલ્મમેકર રોહિત શેટ્ટીને લક્ઝરી કારનો ખૂબ શોખ છે. તેની કોઈ પણ ફિલ્મ એવી નથી કે જેમાં કારનો ઉપયોગ થયો ન હોય. તેમનો કાર પ્રત્યેનો પ્રેમ ફક્ત મોટા પડદે જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ છે. રોહિત શેટ્ટી પાસે લક્ઝરી કારનું કલેક્શન છે. રોહિત શેટ્ટી પાસે ફોર્ડ મસટંગ, રેન્જ રોવર સ્પોર્ટ અને મસેરતી ગ્રાન ટૂરિઝમ સ્પોર્ટ છે. હવે રોહિત લેમ્બોર્ગિની ઉર્સુનો માલિક બની ગયા છે.
રોહિત શેટ્ટીની લેમ્બોર્ગિની ઉર્સુ પીળા રંગની છે. અને કારની કિંમત 3 કરોડ છે. લેમ્બોર્ગિની મુંબઇએ રોહિતની કાર સાથે પોઝ આપતી વખતે એક ફોટો શેર કરી હતી.
રોહિત શેટ્ટી ફિલ્મોમાં જે કારનો ઉપયોગ કરે અને જો તે ખરાબ થાય છે, તો તેઓ તે કારને તેમના બેસમેન્ટ રાખી લે છે. અને આ કારનો ઉપયોગ અન્ય ફિલ્મોમાં થાય છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રોહિત શેટ્ટી હાલમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ પર કામ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.