Not Set/ નૂતનવર્ષાભિનંદનઃ મહત્વ અને માન્યતાઓ

કાર્તિક શુક્લ બલિપ્રતિપ્રદા તરિકે ઓળખાતો આજનો પર્વ કે જેને નુતન વર્ષ તરીકેં લોકો ઉજવે છે… એક નવો જ ઉત્સાહ નવી શરુઆતનો ઉમંગ એક ઉત્કંઠા તમામ લોકોમાં જોવા મળે  છે ત્યારે આવો આપણે પણ જાણીએ આ દિવસ સાથે જોડાયેલી રોચક વાતો.. નુતન વર્ષનું પર્વ એટલે નવી શરુઆત નવ પ્રયાણનું પર્વ.. આ દિવસે હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટીએ નવા વર્ષની […]

Uncategorized

puja2

કાર્તિક શુક્લ બલિપ્રતિપ્રદા તરિકે ઓળખાતો આજનો પર્વ કે જેને નુતન વર્ષ તરીકેં લોકો ઉજવે છે… એક નવો જ ઉત્સાહ નવી શરુઆતનો ઉમંગ એક ઉત્કંઠા તમામ લોકોમાં જોવા મળે  છે ત્યારે આવો આપણે પણ જાણીએ આ દિવસ સાથે જોડાયેલી રોચક વાતો..

નુતન વર્ષનું પર્વ એટલે નવી શરુઆત નવ પ્રયાણનું પર્વ.. આ દિવસે હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટીએ નવા વર્ષની શરૂઆત થાય છે… આજના દિવસો લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કહી નવ વર્ષ આનંદમય પસાર થાય તેવી શુભેચ્છા પાઠવે છે.. ઉપરાંત લોકો એકબીજાને મીઠાઇ ખવડાવે છે સાથે હિન્દુ ધર્મ અનુસાર એક બીજાને મીઠું એટલે કે સબરસ આપવાની પ્રથા પણ જોવા મળે છે.. અને જીવનમાં પણ બધા રસ કાયમ રહે.. તેવી કામના કરે છે..

ઉપરાંત નવા વર્ષનાં દિવસને ગોવર્ધન પૂજા કે અન્નકૂટ મહોત્સવના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ગોવર્ધન પૂજાનું પર્વ કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાએ મનાવવામાં આવે છે. આ દિવસે સવારે શરીર ઉપર તેલની માલિક કરીને સ્નાન કરવું જોઈએ. પછી ઘરના દરવાજા ઉપર ગોબરથી પ્રતીકાત્મક ગોવર્ધન પર્વત બનાવી આ પર્વતની વચ્ચે  જ શ્રીકૃષ્ણની મૂર્તિ રાખી અને ગોવર્ધન પર્વત અને ભગવાન શ્રીકૃષ્ણને વિભિન્ન પકવાનો અને મીઠાઈઓનો ભોગ લગાવવો.. સાથે જ દેવરાજ ઈન્દ્ર, વરુણ દેવ, અગ્નિ દેવ અને રાજા બલિની પૂજા કરવાનું પણ મહત્વ છે… પ્રસાદના રૂપમાં દહીં અને ખાંડથી બનેલ મિશ્રણ બધાને વહેંચવું અને ત્યારબાદ કોઈ યોગ્ય બ્રાહ્મણને ભોજન બનાવીને તેને દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરવાથી થાય છે પુણ્યની પ્રાપ્તિ..

આ ઉપરાતં આજના દિવસે ગાય-વાછરડાં અને બળદની પણ પૂજા કરવામાં આવે છે. ગાય વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે… ભારતીય સંસ્કૃતિ અનુસાર ગાયને માતાનું સ્વરુપ આપવમાં આવે છે અને કહેવાય છે કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓ નો વાસ રહેલો છે.. ત્યારે નુતન વર્ષનાં પાવન પર્વમાં લોકો ગાયમાતાની પણ પુર્ણ શ્રધ્ધા અને આસ્થાથી પૂજન કરે છે..