નવરાત્રી 2023/ નવમાં દિવસે કરો માં સિદ્ધિદાત્રીની પૂજા, તમામ મનોકામ થશે પૂર્ણ

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

Uncategorized
nineth day of navratri

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ નવમો એટલે કે આજના દિવસે ક્યા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.

નવમો દિવસઃ માં સિદ્ધિદાત્રી

આદ્યશક્તિ પોતાના સિદ્ધિદાત્રી સ્વરુપના પૂજનથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરે છે. માં સિદ્ધિદાત્રીનું આ સ્વરુપ શાંત મુદ્રામાં રહીને પોતાના ભક્તોને અભયદાન આપ છે. ભગવાન શિવને પતિરુપે પામવા માટે માતાએ હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના પરીણામે તેમનો રંગ શ્યામ પડી ગયો હતો. જે બાદ મહાદેવની કૃપાથી ગંગાજળમાં સ્નાન કરીને માતાએ દિવ્ય મનોહર શાંત સ્વરુપ ધારણ કર્યું. તેથી આ સ્વરુપના પૂજનથી માતા પોતાના ભક્તોની લૌકિક અને પારલૌકિક તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

આ મંત્રના જપ સાથે કરો માં  સિદ્ધિદાત્રી સ્વરુપને પ્રસન્ન

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी ||