Not Set/ અમદાવાદ: ફરી નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માનતા પકડાયા

નળસરોવર રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં વસ્ત્રાપુરમાં રહેતા જય મહેતાએ પોતાના કોલેજિયન મિત્રોને બર્થડે પાર્ટી આપી હતી. બર્થડે પાર્ટીમાં કોલેજિયન યુવકો દારૂ અને બિયર સાથે મ્યુઝિકના તાલે ડાન્સ મઝા માણી રહ્યા હતા. સાણંદ જીઆઇડીસી પોલીસે ફાર્મં હાઉસમાં જઇ તમામ 15 યુવક અને 4 યુવતીની ધરપકડ કરી હતી. આ નબીરાઓના પરિવારજનોને ખબર પડતાં તે પોલીસ સ્ટેશન […]

Uncategorized

નળસરોવર રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં વસ્ત્રાપુરમાં રહેતા જય મહેતાએ પોતાના કોલેજિયન મિત્રોને બર્થડે પાર્ટી આપી હતી. બર્થડે પાર્ટીમાં કોલેજિયન યુવકો દારૂ અને બિયર સાથે મ્યુઝિકના તાલે ડાન્સ મઝા માણી રહ્યા હતા. સાણંદ જીઆઇડીસી પોલીસે ફાર્મં હાઉસમાં જઇ તમામ 15 યુવક અને 4 યુવતીની ધરપકડ કરી હતી. આ નબીરાઓના પરિવારજનોને ખબર પડતાં તે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને તેમણે પોલીસ સાથે જીભાજોડી કરી હતી. પાર્ટીમાં યુવક-યુવતીઓ ભેગા થઇને વિદેશી દારૂની સાથે લાઉડ મ્યુઝિક વગાડી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા યુવક-યુવતીઓમાંના શહેરના માલેતુજાર પરિવારના હોવાથી તેમને છોડાવવા માટે માતા-પિતા અને પરિચિતોએ પોલીસ પર દબાણ પણ કર્યું હોવાનું કહેવાય છે.