સાબરકાંઠા/ ઈડરમાં બનશે નવુ નજરાણુ, પ્રથમ રોલ મોડલ તરીકે ઉભરશે આ માર્ગ

સાબરકાંઠાના હિમતનગરનું ધમધમતા બઝાર માં 90% બની ગયો છે તેના દૃશ્યો જોતા તમને કોઈ શોરૂમના ની અંદર આવેલા હોય તેવું લાગે.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 22T192506.868 ઈડરમાં બનશે નવુ નજરાણુ, પ્રથમ રોલ મોડલ તરીકે ઉભરશે આ માર્ગ

ગુજરાત આધુનિક તરફ હરણફાળ કરી રહ્યું છે ત્યારે હવે સાબરકાંઠા ના હિમતનગર ના રહેવાસીઓ માટે નવું નજરાણું બની રહ્યું છે.એક એવો નવો આધુનિક રોડ જ્યા પબ્લિક માટે પૂરા ભારત ભરમાં બન્યો હોય તેવો પ્રથમ રોલ મોડલ તરીકે સાબરકાંઠાના હિમતનગરનું ધમધમતા બઝાર માં 90% બની ગયો છે તેના દૃશ્યો જોતા તમને કોઈ શોરૂમના ની અંદર આવેલા હોય તેવું લાગે. 1.70 કરોડનો હિમતનગર ના ટાવર થી લઇ ખાડિયા સુધીનો રોડ આધુનિક મોડલ રોલ તૈયાર થઈ રહ્યો છે. હિમતનગર શહેર માટે ચોક્કસથી એક નવું નજરાણું. કદાચ સૌ પ્રથમ વખત આ ડેકોરેટિવ હેરિટેજ ડિઝાઇનર રોડ બનવા જઈ રહ્યો છે. જેમાં ટ્રેન્ચ, ડીઝાઈનર ઈલેક્ટ્રીક પોલ, ડ્રેનેજ લાઈન, વોટર લાઈન, ઈલેક્ટ્રીક કેબલ, bsnl કેબલ, કોમ્યુનિકેશન કંપનીના કેબલ, સહિત અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવી રહ્યો છે.

આ રોડ ડેકોરેટિવ કલર હાર્ડનર અને એડમિક્સચર વોટર કમ્પોનન્ટ સાથેના મિશ્રણથી સ્ટેમ્પ કોંક્રિટની કામગીરીથી જાહેર રોડ ડિઝાઈનર બનાવાઈ રહ્યો છે. જે google ઉપર ચેક કરી શકાશે.ગુજરાત આજે વ્યાપાર ક્ષેત્રે કો ડેવલોપમેન્ટ ક્ષેત્રે કો હરણફાળ કરી રહ્યું છે આ સમયની અંદર નાના નાના વેપારીઓ કે જેઓની પરિસ્થિતિ બહુ ખસતા થઈ ગઈ છે આ સમયે અમે હિંમતનગર નગરપાલિકા દ્વારા બજારના વેપારીઓને બજારમાં કંઈક નવું આપવા માટે વિચાર્યું હતું અને અમારી બોડી પણ એ માટે એકદમ તૈયાર હતી તો જૂના વિસ્તાર જે બજાર હિંમતનગરનું સૌથી જૂનામાં જૂનો વિસ્તાર હતો ત્યાં ડેવલોપમેન્ટ માટે વિચાર કરી અમલવારી કરાઇ અને આ રોડ ને હેરિટેજ લુક આપવા જઈ રહ્યા છીએ.

આ ગુજરાત માં નહિ પણ પૂરા ભારત ભરમાં સર્વ પ્રથમ પબ્લિક માટે નો રોડ બનવા જઈ રહ્યો છે. જેમાં કેબલ લાઈન, ઇલેક્ટ્રિક લાઈન, પાણી ની લાઈન, ગટર લાઇન, કોમ્યુનિકેશન લાઈન જેવી દરેક અંડર ગ્રાઉન્ડ કરવામાં આવી છે અને તે પણ રોડ ન તોડવો પડે અને આજુબાજુ ની વ્યવસ્થા સાથે ફ્રીલી કામ કરી શકાય અને ક્યારેય રોડ ખોદવાની જરૂર ન પડે તેવી રીતે રોડ નું પૂર્ણ થશે ત્યારે આ રોડ પર કોઈ પણ વાયર, વીજ લાઈન કે પોલ જોવા નહિ મળે તે માત્ર લોકો બઝાર માં ખાઇરિદી કરી શકે તે માટે નો પ્રથમ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. હાલમાં આ રોડ કદાચ હિંમતનગર શહેર માટે કે આ રોડના જોયા પછી આના આધારિત બીજા બધા રોડ નવા ડેવલપ કરવાનું પણ હિમતનગર નગરપાલિકા વિચારી રહી છે અને હિંમતનગરના વેપારીઓ પણ આ રોડના ડેવલોપમેન્ટ થી ખૂબ જ ખુશ ખુશાલ થયા છે.

હિમતનગર ના નવા બજાર અને ગાંધી રોડ એક એવો વિકાસશીલ રોડ બની રહ્યો છે અને એ રોડ અત્યારે હાલ નવા બજારમાં 90 થી 95 ટકા કામ પતી ગયું છે પહેલા આ બજાર એકદમ સાંકડો અને ગીચ ટ્રાફિક સાથે નો હતો હવે આ પ્રશ્નો દૂર રહશે વારે વીજ નજીક હોવાને કારણે શોર્ટ સર્કિટ, લાઈટો જવાની, ગંદકી, ટ્રાફિક સમસ્યા થી નિરાકરણ થતા હવે વેપારીઓ અને આવનાર ગ્રાહકો માટે ખુશીના સમાચાર મળ્યા છે. ઉત્તર ગુજરાતમાં પહેલી વખત આ બજાર સ્વચ્છ અને સુંદર બની રહ્યું છે.

શહેરનું નવું નજરાણું જોવા મળશે નવા બજારમાં અને જે રીતે ડેવલોપમેન્ટ થયો છે તો એ ડેવલપમેન્ટમાં નવા નવા ગ્રાહકો જ આવશે અને બજાર એટલું સુંદર અને સુશોભિત બનશે તો વેપારીઓ ને પણ આશા બંધાઈ છે કે હવે મોટા મોલ જેવા આકર્ષણ વારું બઝાર બનતા બધા વેપારીઓને દાંધા માં ફાયદો થાય તો નવાઈ નહિ. આ રોડ અને નવીન રોલ મોડલ બનવા બદલ વેપારીઓ હિમતનગર નગર પાલિકા ટીમને સ્થાનિક કોર્પોરેટરનો ખુબ ખુબ આભાર માની રહ્યા છે.

આ આધુનિક રોલ મોડલ હિંમતનગર ટાવર લાઇબ્રેરી થી ખાડિયા હનુમાનજી મંદિર નો રસ્તો તે પણ ભારતમાં ક્યાંય પણ ના બને હોય એવો રસ્તો બનાવવા જઈ રહ્યા છે પબ્લિક રોડ તરીકે ભારતમાં પણ ક્યાંય ઉપયોગમાં કરવામાં આવ્યો નથી એવી ટ્રીટમેન્ટ સાથે તૈયાર થઈ રહ્યો છે. જેમાં પાણી નો વ્યય નથી અને સમયનો બચાવ કરી અને આ રોડ 20 વર્ષ કરતા વધારે નું આયુષ્ય છે તેમજ ભારે વરસાદ, ગરમી ઠંડી માં પણ આ રોડ ને કોઈ નુકશાની થતું નથી તે રીતે આ રોડ માં કેમિકલ દ્વારા બનાવવા માં આવે છે.. જો આવું જ કામ થતું રહ્યું તો આવનાર દિવસો માં ફોરેન સ્ટાઈલ ના બઝાર ગુજરાત માં બને તો નવાઈ નહી.


whatsapp ad White Font big size 2 4 ઈડરમાં બનશે નવુ નજરાણુ, પ્રથમ રોલ મોડલ તરીકે ઉભરશે આ માર્ગ


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર