વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોની ગામે જર્જરિત શાળાના અનેક ઓરડા જોખમી બન્યા છતાં પ્રશાસનના અધિકારીઓના પેટ નું પાણી હાલતું નથી બાળકો પંચાયત ની ઓરડી માં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના છેવાડા આવેલ પીપરોની પ્રાથમિક શાળા ના ઓરડા ઓ જર્જરિત થઈ જતા 70 થી વધુ બાળકો ને પંચાયત ની ઓરડી માં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળા માં જર્જરિત મકાનો બનાવવા પેહલા તંત્ર દ્વારા શાળા ના ફરતે પાકી કમ્પાઉન્ડ વૉલ બનાવી દેતા શાળા માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં રોષ વ્યાપ્યો છે કે જરૂરી કામગીરી હોય એને નેવે મૂકી સરકારી પૈસા નો વેડફાટ થયો હોવાનુ સામે આવ્યુ છે.
બાળકો ના માથે ટોળાતું સંકટ ને તંત્ર એ દૂર કરવા ની જરૂર છે. ભણશે ગુજરાત ની સાતે શાળા ઓમાં પ્રવેશોત્સવ યોજી ઉચ્ચ શિક્ષણ આપવાની વાતો કરતી સરકાર શિક્ષણનીની તો વાત દૂર બાળકોને સ્કૂલ માં બેસવા ઓરડા પણ નથી આપતી તે સાબિતત થયુ છે ત્યારે અહીંના શિક્ષકો એ પણ અનેક રજૂઆતો કરી છે પરંતુ અધિકારીઓના પેટ નું પાણી હાલતું નથી. ત્યારે ગામ લોકોની પણ એજ માંગ છે કે શાળા ના જર્જરિત ઓરડા પેહલા બને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
