Gujarat/ સાઇબર ક્રાઇમથી સાવધાન…!! મહિલા વિરુદ્ધ સાઇબર ક્રિમિનલ બન્યાં બેફામ…!!!

ગુજરાતમાં ઓનલાઈન અપરાધની વધતી માત્રા ચિંતાજનક છે. NCRBના આંકડા મુજબ 2019માં ગુજરાતમાં સાઇબર ક્રાઈમમાં 11.7%નો વધારો થયો છે. જ્યારે મહિલા વિરુદ્ધના સાઇબર અપરાધ સતત વધી રહ્યાં છે.  નારી સામે સાઇબર ક્રાઈમમાં ઉછાળો 2018 કરતાં 2019માં બમણી ફરિયાદો 2019ના વર્ષમાં 226 FIR નોંધાઇ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2019ના આંકડામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 2018 કરતાં 2019ના […]

Top Stories Gujarat Others Mantavya Vishesh

ગુજરાતમાં ઓનલાઈન અપરાધની વધતી માત્રા ચિંતાજનક છે. NCRBના આંકડા મુજબ 2019માં ગુજરાતમાં સાઇબર ક્રાઈમમાં 11.7%નો વધારો થયો છે. જ્યારે મહિલા વિરુદ્ધના સાઇબર અપરાધ સતત વધી રહ્યાં છે.

  •  નારી સામે સાઇબર ક્રાઈમમાં ઉછાળો
  • 2018 કરતાં 2019માં બમણી ફરિયાદો
  • 2019ના વર્ષમાં 226 FIR નોંધાઇ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2019ના આંકડામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 2018 કરતાં 2019ના વર્ષમાં સાઇબર ક્રાઈમ જોરદાર વધ્યો છે. ખાસ કરીને મહિલાઓની વિરુદ્ધમાં. 2019માં ફરિયાદોમાં 11.7 ટકાનો વધારો થયો છે. રાજ્ય પોલીસે ઓનલાઈન સ્ટોકિંગ અથવા ગુંડાગર્દીના 28 કેસ, સાઈબર પોર્નોગ્રાફીના 21 કેસ, બ્લેકમેઇલના 6 કેસ, ફેક એકાઉન્ટના 5 કેસ જ્યારે કે માનહાનિ અને મોર્ફિંગના 4 કેસ નોંધ્યા છે. આ તમામ અપરાધ નારી વિરુદ્ધના જ હતાં. ઓનલાઈન ચિટીંગમાં ઓટીપીને લીધે છેતરપિંડીના બનાવ આટલી જાગૃતિ લાવવા છતાં પણ અટકતા નથી. હજુપણ કોઈને કોઈ રીતે ગઠિયા ઓટીપી મેળવી લે છે. અને લોકો છેતરાઈ છે. આ રીતે છેતરાવામાં યુવતીઓ પાછળ નથી.

  • 74 ટકા યુવતી ફેસબૂક પર પીડિત
  • કોઈને ને કોઈને કરે છે બ્લોક
  • 20%એ તો એકાઉન્ટ જ કર્યાં ડિલીટ
  • 40ને બદલે 25 ટકા કેસમાં જ સજા
  • બારીક ભૂલોનું ચૂકવવું પડે છે વળતર

એક સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે ફેસબૂક પર યુવતીઓ, મહિલાઓની એટલી પજવણી કરાય છે કે લગભગ 74 ટકા નારી કોઈને કોઈને ફેસબૂક પર બ્લોક કરી દે છે. જ્યારે કે સ્થિતિ એ હદે ગંભીર છે કે એવરેજ 20 ટકા યુવતીઓએ તો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જ આવી પજવણીથી ડિલીટ કરી દેવા પડ્યાં છે. બીજીતરફ ચિંતાની વાત એ છે કે ઓનલાઈન છેતરપિંડી કરનારા ગઠિયાઓને મળનારી સજાની ટકાવારી ઘટીને 40 ટકાથી 25 ટકા પર આવી ગઈ છે. નિષ્ણાતો કહે છે કે ગમે તેટલી જાગૃતિ છતાં લોકો ઓનલાઈન એવી તસવીરો કે દસ્તાવેજો કે માહિતી શેર કરી દે છે જે બાદમાં તેમને જ મોંઘી પડે છે. નાની નાની ભૂલો જ ક્યારેક મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. સાઇબર ક્રાઈમથી બચવા સતત સતર્ક રહેવું જ સાચો ઉપાય છે.

 અહીં જુઓ ગુજરાતમાં વધી રહેલા સાઇબર ક્રાઇમ પર નો વિશેષ વીડિયો અહેવાલ…..