Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

IT Tribunal On Congress/ IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી

ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે આવકવેરા વિભાગ દ્વારા તેમના બેંક ખાતાઓને રિકવરી અને ફ્રીઝ કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી.

March 8, 2024Maya Sindhav
Top Stories India Breaking News

ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે આવકવેરા વિભાગ દ્વારા તેમના બેંક ખાતાઓને રિકવરી અને ફ્રીઝ કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી. કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ આદેશને 10 દિવસ માટે સ્થગિત રાખવા વિનંતી કરી જેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હાઈકોર્ટનો સંપર્ક કરી શકે. જોકે, બેન્ચે આ વાતને ફગાવી દીધી હતી કે અમારી સમક્ષ આવી કોઈ જોગવાઈ નથી.

કોંગ્રેસ હાઈકોર્ટમાં અપીલ કરશે

કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશ પર અમે કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છીએ. આ અંગે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં જશે. માકને કહ્યું કે અમે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશથી નિરાશ છીએ. કોંગ્રેસ લીગલ સેલના વડા વિવેક ટંખાએ કહ્યું કે ટ્રિબ્યુનલ અગાઉની સરકારોના કાર્યકાળની જેમ કામ કરી રહી નથી.

આ સમગ્ર મામલો 2018-2019ના આવકવેરા રિટર્ન સાથે સંબંધિત છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી દંડ તરીકે રૂ. 210 કરોડની વસૂલાતની માંગ કરી છે. માકનના મતે આ કાર્યવાહીના બે કારણો છે. પ્રથમ- અમારે 31 ડિસેમ્બર 2019 સુધીમાં અમારા ખાતા સંબંધિત માહિતી આવકવેરા વિભાગને આપવાની હતી. તે સમયે રિટર્ન 40-45 દિવસ મોડા સબમિટ કરવામાં આવતા હતા. સામાન્ય રીતે લોકો પણ 10-15 દિવસ મોડા પડે છે. બીજું કારણ એ છે કે 2018-19 ચૂંટણીનું વર્ષ હતું. તે ચૂંટણી વર્ષમાં કોંગ્રેસે રૂ. 199 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમાંથી 14 લાખ 40 હજાર રૂપિયા કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોએ તેમના પગારના ભાગરૂપે જમા કરાવ્યા હતા. આ પૈસા રોકડમાં જમા કરાવ્યા હતા. આવકવેરા વિભાગે રોકડમાં નાણાં મળવાના કારણે કોંગ્રેસ પર 210 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

સુનાવણી દરમિયાન, એડવોકેટ ટંખાએ દલીલ કરી હતી કે ITના દાવાથી વિપરીત રાજકીય પક્ષ ભંડોળ માટે મર્યાદિત છે, ખાસ કરીને કારણ કે તેને આગામી ચૂંટણીઓ માટે તેના પ્રચાર માટે નાણાંકીય ભંડોળની જરૂર છે. ટંખાના જણાવ્યા અનુસાર, જો પાર્ટી આગામી ચૂંટણીમાં માત્ર 350 બેઠકો પર જ ચૂંટણી લડે તો પણ તેને દરેક ઉમેદવારના ખર્ચના 50 ટકા ખર્ચ ઉઠાવવો પડી શકે છે, જે મોંઘુ સાબિત થઈ શકે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ એક ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં 95 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. 21 ફેબ્રુઆરીના રોજ આઇટીએ દલીલ કરી હતી કે રાજકીય પક્ષ પાસે રૂ. 657 કરોડનું ભંડોળ, રૂ. 340 કરોડની સ્થાવર મિલકતો અને રૂ. 380 કરોડની રોકડ હતી. વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આનાથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ગતિવિધિઓ પર કોઈ અસર નહીં પડે અને તેથી માંગણી પર રોક લગાવવાની જરૂર નથી.

16 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના કોષાધ્યક્ષ અને વરિષ્ઠ નેતા અજય માકને આરોપ લગાવ્યો હતો કે આવકવેરા વિભાગ દ્વારા પાર્ટી અને યુથ કોંગ્રેસના ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આવકવેરા રિટર્ન કેસના સંદર્ભમાં 210 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે.  ITAT એ કોંગ્રેસને બેંક ખાતાઓનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે તેમના પર ફક્ત પૂર્વાધિકાર રહેશે. જો કે, IT વિભાગે દલીલ કરી હતી કે તેણે બેંકોને કોંગ્રેસના બેંક ખાતામાં વ્યવહારો ફ્રીઝ કરવાના આદેશો જારી કર્યા નથી. તેણે આઈટી પર પાર્ટીના ખાતામાંથી 65 કરોડ રૂપિયા ઉપાડવાનો પણ આરોપ લગાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત સરકારે લશ્કર-એ-તોઈબાનો સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો

આ પણ વાંચો:વરુણ ગાંધીને સાઇડલાઇન કરી શકે છે ભાજપ, તો શું જેઠાણીના પગલે ચાલશે મેનકા?

આ પણ વાંચો:અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે મોટી લડાઈ નક્કી! કોંગ્રેસે આપ્યા મોટા સંકેતો

આ પણ વાંચો:ઘરેથી રમવા માટે નીકળેલા બાળકનું કપાયેલું મળ્યું માથું, એક મહિનાથી હતો ગુમ

આ પણ વાંચો:પૂર્વ સાંસદ ધનંજય સિંહ અભિનવ સિંઘલ અપહરણ કેસમાં દોષિત, સજા પર આવતીકાલે સુનાવણી

Post navigation

દવા કંપનીના સીએમડીએ કરી 70 કરોડની છેતરપિંડી
શિવરાત્રીની ઉજવણી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૫૨.૯૮ કરોડના વિકાસ પ્રકલ્પોની આપી સોગાત

More Posts

IND vs IRE/ ભારતે બીજી T20 મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું,શ્રેણી પણ જીતી

August 20, 2023August 21, 2023garima rao

ED Raid - AAP/ લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ AAP નેતા દીપક સિંગ્લાના ઘરે EDના દરોડા

March 27, 2024Heena Dave

TRP Game zone/ રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓની પૂછપરછ કરાઈ, વધુ ખુલાસા થવાની શક્યતા

May 30, 2024May 30, 2024Komal Patel

survey/ નીતિશ કુમારે સાથ છોડતા NDAને નુકસાન,UPAને ફાયદો- C વોટર સર્વે

August 11, 2022August 11, 2022mustak malik

Surat News/ સુરતમાં ઝીંગા જમવા બાબતે થયેલી બબાલમાં એકનું મોત

December 5, 2024Nikunj Patel

નિવેદન/ Bulli Bai App કેસમાં પકડાયેલી યુવતી મામલે જાવેદ અખ્તરે શું કહ્યું જાણો સમગ્ર વિગત

January 6, 2022January 6, 2022mustak malik

Gujarat/ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં NIAના દરોડા અબ્દુલ કાદિર સૈયદ નામના ઈસમની અટકાયત હિદાયત નગરમાં રહેતા ઈસમની કરાઈ અટકાયત શંકાસ્પદ ગતિવિધિઓને પગલે કરાઈ અટકાયત એનઆઇએ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન દેશ વિરોધી ગતિવિધિઓની આશંકાને અટકાયત

September 27, 2022padma prajay
Colombia

World News/ કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર; 240થી વધુના મોત, 2000થી વધુ લોકો ગુમ

August 12, 2026August 12, 2026Kavita Solanki
Child Marriage

Ahmedabad News/ અમદાવાદમાં 11 વર્ષની બાળકીના લગ્ન અટકાવાયા, મંડપમાંથી જ 181 અભયમે બચાવી

September 26, 2026Kavita Solanki

Owaisi-Rahul/ ‘કોંગ્રેસ આખી ઇમ્પોર્ટેડ, અમે આત્મનિર્ભર’, રાહુલ-સોનિયા પર અકબરુદ્દીન ઓવૈસીના પ્રહારો

September 30, 2023jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy