Bhavnagar News/ ભાવનગર : પાલીતાણામાં હીરાના વેપારીનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ

વેપારીએ વ્યાજે લીધેલ પૈસા સમયસર ન ચુકવાતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું

Gujarat Others

Bhavnagar News : ભાવનગરના પાલીતાણામાં હીરાના એક વેપારીએ ધેરી દવા પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હીરાનું કારખાનું ચલાવતા વેપારીએ ઝેરી દવા પીધી હતી. જેમાં દુલાભાઈ કાકડિયા નામના વેપારીનો આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણથી કંટાળીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

વેપારીએ વ્યાજે લીધેલ પૈસા સમયસર ન ચુકવાતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તે સિવાય વેપારીએ અન્ય વ્યકિતઓ પાસેથી લેણા પૈસા ન નીકળતા આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. વેપારીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પૈસા સમયસર ન ચુકવતા વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હોવાનું તપાસમાં જણાયું હતું. હાલ ખાનગી હોસ્પિટલમાં વેપારીની સઘન સારવાર ચાલી રહી છે. પોલીસે આપઘાતના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:મુંદ્રા પોર્ટ કેસઃ સ્પેશ્યલ NIA કોર્ટે સાતેય આરોપીને છોડવા ઇન્કાર કર્યો

આ પણ વાંચો:અદાણીના મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મૂવમેન્ટને હેન્ડલ કરી

આ પણ વાંચો:યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી