ગુજરાતના મેગા સીટી અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઈમ રેટ ખુબ જ વધી રહ્યો છે અને સામાન્ય ઝગડા જેવી બાબતોમાં પણ હત્યાનો પ્રયાસ કરવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે આ જ પ્રકારની ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી સામે આવી છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાડોશી વચ્ચે દીવાલ ચવણા મામલે દોઢ વર્ષ અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં રવિવારે એક યુવકે પતિ-પત્ની પર હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યા હતા.
આ મામલે મળી રહેલી જાણકારી મુજબ, નિકોલ વિસ્તારમાં બે ફેમીલી વચ્ચે દીવાલ ચણવા મામલે હરેશ સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી હરેશભાઇ અવાર નવાર સોમાભાઇ સાથે ઝઘડો કરતા હતા. પરંતુ સોમાભાઇ સવારે દૂધ લેવા માટે બહાર રોડ ઉપર ગયા હતા. ત્યારે બંને વચ્ચે ઝગડો થયો હતો, ત્યારબાદ રવિવારે એક યુવકે છરી વડે હરેશભાઇની પત્ની પર હુમલો કર્યો હતો અને પતિ-પત્ની લોહીલુહાણ થઇ નીચે પટકાયા હતા અને બુમાબુમ થઇ ગઇ હતી. જેથી આસપાસના લોકો આવી ગયા હતા. જેથી હરેશ ત્યાંથી પલાયન થઇ ગયો હતો.
બીજી બાજુ હવે જેથી બન્નેને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે નિકોલ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
