પહેલા ગિરનાર રોપ વે અને હવે ઉપરકોટની ગુફાઓ. રોપ વે દ્વારા ગિરનારની કાયાપલટ કર્યા બાદ પ્રવાસન વિભાગે ઉપરકોટની ગુફા પર નજર દોડાવી છે. ગિરનાર પર્વત લોકોમાં રોપ વે બાદ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે હવે ઉપરકોટમાં પણ પ્રવાસીઓમાં વધારો થાય તેથી 45 કરોડના ખર્ચે તેને રિનોવેટ કરવામાં આવશે.
ઉપરોટની કાયાપલટ
જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રની થશે કાયાપલટ
45 કરોડના ખર્ચે ઐતિહાસિક કિલ્લાનું રિનોવેશન
નવિનીકરણમાં સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકનો ઉમેરો
વર્ષ 2020માં જૂનાગઢને ગિરનાર રોપ-વે મળ્યો જેનાથી પ્રવાસીઓની દિશામાં એક નવી શરૂઆત થઇ. પ્રવાસન ક્ષેત્રને વધુ વિકસીત કરવા અને વધુમાં વધુ પ્રવાસીઓ જૂનાગઢમાં આવે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું પણ રિનોવેશન ચાલી રહ્યું છે. આ રિનોવેશન એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. તેની પાછળ રૂપિયા 45 કરોડનો ખર્ચ થશે. આ નવિનીકરણમાં ઉપરકોટનાં કિલ્લાની રાંગ ઉપરાંત રાણકદેવી મહેલ, અડિકડીવાવ, નવઘણ કૂવો, અનાજના કોઠારોનો સમાવેશ થાય છે. તેમજ ઉપરકોટમાં સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકનું પણ નિર્માણ થશે. નવા વર્ષમાં પ્રવાસીઓને ઉપરકોટ નવા રંગરૂપમાં જોવા મળશે.
5.46 કરોડના ખર્ચે મકબરાની પણ કાયાપલટ
એક વર્ષ સુધી ચાલશે રિનોવેશન કાર્ય
મકબરાના સ્વરૂપમાં નહીં કરાય કોઇ બદલાવ
જૂનાગઢમાં ઐતિહાસિક ઇમારતો અને દરવાજાનું રિનોવેશન ચાલી રહ્યું છે. શહેરમાં આવેલા મજેવડી ગેઇટ, સરદાર ગેઇટ, સર્કલ ચોકનું રિનોવેશન થયું છે. આ ઉપરાંત મહાબત અને બહાઉદ્દીન મકબરાના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. રૂપિયા 5.46 કરોડના ખર્ચે આ બન્ને મકબરાનું રિનોવેશન થશે. રિનોવેશનનું કામ 1 વર્ષ સુધી ચાલશે. જે સ્વરૂપમાં મકબરા છે તે જ સ્વરૂપમાં તેને બનાવવામાં આવશે.
ઉપરકોટમાં ક્યા ક્યા આકર્ષક સ્થળો ?
ઉપરકોટના તમામ સ્થળની થશે કાયાપલટ
ઉપરકોટ વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું પ્રવાસન સ્થળ છે. જૂનાગઢ અડી કડી વાવ, નવઘણ કૂવો, બાવા પ્યારાની ગુફાઓ, સુદર્શન તળાવ, બોરદેવી જેવા અનેક પ્રસિદ્ધ પૌરાણિક સ્થળો ધરાવે છે. 12 એન્જિનીયર, 1 સેફ્ટિ એન્જિનીયર, 2 કર્ન્વઝેશન આર્કિટેક, 30 શીલ્પકાર, 30 કડિયા, 4 સુપરવાઇઝર, 300 મજૂર દ્વારા ઉપરકોટનું રિનોવેશન થઇ રહ્યું છે. 3500 કાંગરા ઉપરકોટની રાંગ ફરતે આવેલા છે. જર્જરીત કાંગરાનું રિનોવેશ તેમજ નાશ પામેલા કાંગરા નવા બનાવાશે. આ ઉપરાંત 2.5 Kmનો પાથ વે તૈયાર થઇ ચૂક્યો છે અને હવે 2 મીટર નો સાયકલ ટ્રેક બનાવાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
