Ahmedabad News : અમદાવાદમાં 11 ઓક્ટોબરે ફિલ્મફેર એવોર્ડ્સ યોજાશે, ફિલ્મફેર એવોર્ડના કારણે કાંકરિયા લેક ફ્રન્ટ નાગરિકો માટે બંધ રહેશે, કાંકરિયા ઝુ અને બાલવાટિકા પણ આ દિવસે બંધ રહેશે.ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે. એ રાત્રિ બોલિવૂડના ટોચના સ્ટાર અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીના ઝગમગતા પરફોર્મન્સથી ઉજ્જવળ બની રહેશે.
મુંબઈમાં 3 ઓક્ટોબર, 2025 ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરાઈ હતી. આ વિજેતાઓના નામ અભિનેત્રી તમન્ના ભાટિયા અને રાજકુમાર રાવની હાજરીમાં જાહેર કરાયા હતા. આ વખતે ‘કિલ’ ફિલ્મે પાંચ એવોર્ડ્સ જીતીને ટેક્નિકલ કેટેગરીમાં પ્રભુત્વ જમાવ્યું, જ્યારે ‘લાપતા લેડીઝ’ એ બેકગ્રાઉન્ડ સ્કોર, કોસ્ચ્યુમ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ સહિત ચાર એવોર્ડ્સ જીત્યા.
એવોર્ડ સમારોહની રાત્રે શાહરુખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા બોલિવૂડના સ્ટાર્સનું જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળશે, જેમાં શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ હોસ્ટિંગની ધૂરા સંભાળશે.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
આ પણ વાંચો: સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો: ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિધ્ધિ, 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા
