Not Set/ IPL 2020/ જોફ્રા આર્ચરની ધમાકેદાર બેટિંગ, માત્ર 2 બોલમાં ટીમ માટે બનાવ્યા 27 રન

  IPL 2020 ની ચોથી મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે ગત રાત્રીએ રમાઇ હતી. જ્યા ટોસ જીતીને ધોનીએ પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનની ટીમે ધમાકેદાર બેટિંગ કરતા ચેન્નાઈને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ધોનીની ટીમ 200 રન જ બનાવી શકી હતી. જો કે આ મેચમાં ચેન્નાઈની અંતિમ ઓવર રોમાંચથી ભરપૂર રહી હતી. […]

Uncategorized
3c4dbd82e4861800ea714029d42b9529 IPL 2020/ જોફ્રા આર્ચરની ધમાકેદાર બેટિંગ, માત્ર 2 બોલમાં ટીમ માટે બનાવ્યા 27 રન
 

IPL 2020 ની ચોથી મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે ગત રાત્રીએ રમાઇ હતી. જ્યા ટોસ જીતીને ધોનીએ પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનની ટીમે ધમાકેદાર બેટિંગ કરતા ચેન્નાઈને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ધોનીની ટીમ 200 રન જ બનાવી શકી હતી. જો કે આ મેચમાં ચેન્નાઈની અંતિમ ઓવર રોમાંચથી ભરપૂર રહી હતી.

આ મેચમાં ચેન્નાઈની અંતિમ ઓવરમાં રાજસ્થાનનાં બેટ્સમેન જોફ્રા આર્ચરે ધમાકેદારપ બેટિંગ કરતા એક અનોખો જ રેકોર્ડ બનાવી દીધો હતો. તેણે અંતિમ ઓવરમાં ચાર છક્કા મારી સ્કોરબોર્ડને ગતિ આપી હતી.  19 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 186 રન હતો. ટોમ કરન 9 રન પર હતો, તે પિચ પર રમી રહ્યો હતો અને જોફ્રા આર્ચર 1 રનમાં રમી રહ્યો હતો. ત્યારબાદ ચેન્નાઈ તરફથી લુંગી નગિડી છેલ્લી ઓવર કરવા આવ્યો હતો. જોફ્રા આર્ચેરે તેના પહેલા બોલ પર જ સિક્સર ફટકારી હતી. ત્યારબાદ બીજા બોલ પર, જોફ્રાએ ફરીથી છક્કો લગાવ્યો. ત્યારબાદ નગિડીએ ત્રીજો બોલ ફેંક્યો. જોફ્રાએ ફરી એકવાર લાંબી સિક્સર ફટકારી, પણ તે બોલ નો બોલ હતો.

નગિડીએ ફરીથી બોલ ફેંક્યો અને જોફ્રાએ ફરીથી લોંગ ઓફ પર સિક્સર ફટકારી, પણ નગિડીનો તે બોલ પણ નો બોલ હતો. ત્યારબાદ નગિડીએ વાઇડ બોલ ફેંક્યો. આ સ્થિતિમાં, 4 સિક્સર સાથે કુલ 24 રન બન્યા, નો બોલથી 2 રન અને વાઇડ બોલથી 1 રન બન્યો હતો. એકંદરે, આર્ચરે નગિડીની 2 બોલમાં ટીમનાં 27 રન એકત્રિત કરી દીધા. નાગિડીએ આ ઓવરમાં કુલ 30 રન લુટાવ્યા હતા જે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.