Not Set/ કેમ નથી જવાબ આપઇ આવી રહ્યો, જ્યારે પાકિસ્તાને આ મહિનામાં અત્યાર સુધી 31 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે?

પાકિસ્તાની સેનાએ વિતેલી કાલે સતત બીજા દિવસે જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની બાજુમાં ફોરવર્ડ પોસ્ટ્સ પર ગોળીબાર અને ગોળાબારી કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગોળીબારમાં એક મહિલા ઘાયલ થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપતા કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનનાં આક્રમક વર્તનનો યોગ્ય જવાબ આપ્યો છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ શુક્રવારે બપોરે 4.30 વાગ્યે બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ […]

Uncategorized
f500005b570a90cb0bb8c6c894c748cf 1 કેમ નથી જવાબ આપઇ આવી રહ્યો, જ્યારે પાકિસ્તાને આ મહિનામાં અત્યાર સુધી 31 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે?

પાકિસ્તાની સેનાએ વિતેલી કાલે સતત બીજા દિવસે જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની બાજુમાં ફોરવર્ડ પોસ્ટ્સ પર ગોળીબાર અને ગોળાબારી કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગોળીબારમાં એક મહિલા ઘાયલ થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપતા કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનનાં આક્રમક વર્તનનો યોગ્ય જવાબ આપ્યો છે.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ શુક્રવારે બપોરે 4.30 વાગ્યે બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક મોર્ટારથી નાના હથિયારો અને મોર્ટારથી ગોળીબાર કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાની સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ અને તોપમારામાં બાલાકોટની એક મહિલા ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. સીમાપારના ગોળીબારમાં ત્રણ પશુઓને પણ ઇજા પહોંચી હતી.

પાકિસ્તાની સેનાએ આ મહિનામાં અત્યાર સુધી 31 વાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે. ગુરુવારે બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક મંગળવારે પાકિસ્તાની દળોએ ભારે ગોળીબાર કર્યો હતો અને મોર્ટારના શેલ ચલાવ્યાં હતાં.

આ ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને એક અધિકારી સહિત બે જવાનો ઘાયલ થયા હતા. આ અગાઉ રાજૌરીના કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની દળો દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનમાં જૂનિયર કમિશ્ડ અધિકારી શહીદ થયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews