Not Set/ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પર અત્યાર સુધીમાં 301 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે,સરકારે રાજ્યસભામાં આપી માહિતી

સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ આ વર્ષે નવેમ્બર સુધીમાં અને નવું સંસદ ભવન આગામી વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે

Top Stories
vista સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પર અત્યાર સુધીમાં 301 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે,સરકારે રાજ્યસભામાં આપી માહિતી

નવા સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં કુલ 301 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં નવા સંસદ ભવનના નિર્માણ માટે 238 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે જ્યારે વિસ્તરણ પાછળ 63 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ માહિતી કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં આપી હતી. અંદાજ મુજબ, નવા સંસદ ભવનના નિર્માણ પાછળ કુલ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. બીજી બાજુ, સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પર 608 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

મકાન અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોર શર્માએ રાજ્યસભાના સભ્યો જીસી ચંદ્રશેખર અને રાજમણી પટેલના સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. બંને સભ્યોએ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ અને નવા સંસદ ભવન પરના ખર્ચ અને તેમના પૂર્ણ થવા માટે સમયની માહિતી માંગી હતી. આ સિવાય, બંને રાજ્યસભાના સભ્યોએ પણ પૂછ્યું હતું કે આ બાંધકામ માટે તોડી પાડવામાં આવેલી જૂની ઇમારતો પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે આના પર કુલ 1289 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.  તેમણે  કહ્યું કે બંને પ્રોજેક્ટ્સમાં ખર્ચવામાં આવેલી રકમ વહેંચવામાં આવી નથી. કેન્દ્રીય રાજ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ આ વર્ષે નવેમ્બર સુધીમાં અને નવું સંસદ ભવન આગામી વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. અહીં થનાર નવા બાંધકામમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ, સેન્ટ્રલ કોન્ફરન્સ સેન્ટર, દસ સામાન્ય સચિવાલયની ઇમારતો વગેરે માટે ઇમારતોનો સમાવેશ થાય છે.