Not Set/ T-20 ઈતિહાસમાં પહેલીવાર કોઇ ટીમે 300થી વધુ રન બનાવ્યા, વિપક્ષી ટીમ માત્ર 10 રનમાં થઇ ઓલઆઉટ

ક્રિકેટ અસંભવને સંભવ કરતી રમત છે. આ એક માત્ર રમત છે કે જેમા અનિશ્ચિતતા છુપાયેલી છે. આ અનિશ્ચિતતાથી ઓળખાતી ક્રિકેટ ઈતિહાસમાં 20 જૂનનાં રોજ કઇક એવુ બન્યુ કે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. દરેક રમતમાં અગ્રેસર રહેતી મહિલાઓએ આ રમતમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. યુગાંડા અને માલીની મહિલા ટીમની વચ્ચે કિગાલી સિટીમાં […]

Top Stories Sports
639270 cricket bat wallpaper T-20 ઈતિહાસમાં પહેલીવાર કોઇ ટીમે 300થી વધુ રન બનાવ્યા, વિપક્ષી ટીમ માત્ર 10 રનમાં થઇ ઓલઆઉટ

ક્રિકેટ અસંભવને સંભવ કરતી રમત છે. આ એક માત્ર રમત છે કે જેમા અનિશ્ચિતતા છુપાયેલી છે. આ અનિશ્ચિતતાથી ઓળખાતી ક્રિકેટ ઈતિહાસમાં 20 જૂનનાં રોજ કઇક એવુ બન્યુ કે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. દરેક રમતમાં અગ્રેસર રહેતી મહિલાઓએ આ રમતમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. યુગાંડા અને માલીની મહિલા ટીમની વચ્ચે કિગાલી સિટીમાં ક્વિબુકા મહિલા ટૂર્નામેન્ટમાં રમાઇ ગયેલી મેચમાં એક-બે નહી પણ ઘણા ચમાત્કાર જોવા મળ્યા હતા.

yuganda1 T-20 ઈતિહાસમાં પહેલીવાર કોઇ ટીમે 300થી વધુ રન બનાવ્યા, વિપક્ષી ટીમ માત્ર 10 રનમાં થઇ ઓલઆઉટ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

આપને જણાવી દઇએ કે, આ મેચમાં યુગાંડાની મહિલા ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટનાં નુકસાને 314 રનોનો પહાડ જેવો સ્કોર બનાવી દીધો હતો. યુગાંડા માટે પ્રોસકોવિયા અલાકો અને રીટા મુસામલીએ ધમાકેદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. અલાકોએ 71 બોલમાં 15 ચોક્કાની મદદથી 116 રન બનાવ્યા તો બીજી તરફ રીટાએ પણ 15 ચોક્કાની મદદથી 61 બોલમાં 103 રન બનાવી દીધા હતા.

yuganda2 T-20 ઈતિહાસમાં પહેલીવાર કોઇ ટીમે 300થી વધુ રન બનાવ્યા, વિપક્ષી ટીમ માત્ર 10 રનમાં થઇ ઓલઆઉટ

માલીનાં બોલરોએ T-20નાં ઈતિહાસમાં સૌથી વધુ રન ખર્ચ કર્યા હતા. તમે જાણીને હેરાન થઇ જશો કે યુગાંડાનાં 314 રનોમાં 61 રન તો તેમને ફ્રીમાં જ મળ્યા હતા. માલીનાં બોલરોએ યુગાંડાને બોલિંગ કરતા 61 રન વધારે આપી દીધા હતા, જેમા 30 નો બોલ, 28 વાઈડબોલ અને 3 બાઇનાં રન આપ્યા હતા. તેટલુ જ નહી 315 રનોનાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી માલીની પૂરી ટીમ 11.1 ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી.

yuganda T-20 ઈતિહાસમાં પહેલીવાર કોઇ ટીમે 300થી વધુ રન બનાવ્યા, વિપક્ષી ટીમ માત્ર 10 રનમાં થઇ ઓલઆઉટ

યુગાંડાનાં પહાડ જેવા સ્કોરનો પીછો કરવા ઉતરેલી માલીની ટીમ માત્ર 11.1 ઓવરમાં 10 રન જ બનાવી શકી અને ઢેર થઇ ગઇ હતી. નવાઇની વાત તો એ છે કે માલીનાં 7 બેટ્સમેન તો શૂન્ય પર એટલે કે પોતાનું ખાતુ પણ ખોલી શક્યા નહોતા. આ સિવાય 3 બેટ્સમેનોએ 1-1 રન બનાવ્યા હતા. માલી ટીમ તરફથી ટેનિન કોનેટએ સૌથી વધુ 4 રન બાનવ્યા હતા. આ સાથે યુગાંડાએ માલીને 304 રનોનાં રેકોર્ડ માર્જિનથી હરાવી દીધુ હતુ. રેકોર્ડથી ભરેલી આ મેચનું પરિણામ સામે આવ્યા બાદ મોટા-મોટા ક્રિકેટ એક્સપર્ટ પણ હેરાન થઇ ગયા હતા.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

istockphoto 177427917 T-20 ઈતિહાસમાં પહેલીવાર કોઇ ટીમે 300થી વધુ રન બનાવ્યા, વિપક્ષી ટીમ માત્ર 10 રનમાં થઇ ઓલઆઉટ

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં મહિલા ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ તોડ રનથી આ રમતમાં પણ તેમણે પોતાનુ વર્ચસ્વ નોંધાવી દીધુ છે. T-20 ઈતિહાસમાં 304 રનની જીત અત્યાર સુધીમાં કોઇ ટીમ મેળવી શકી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.